SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ મધુમક્ષિકા. ધડી ઉંધના ખોળામાં સુવાડતું વાઘ આપણી સન્મુખ જ વાગવાથી ઘડીકમાં કે કંટાળો આપે છે ? અપ્રસિદ્ધિ(oblivion)માં રહેવાને કેટલાકને શોખ હેય છે. એમાં પણ એની ખાસ મઝા રહેલી છે. એ નિર્દોષ અપ્રસિદ્ધિ ( oblivion) શેખીખર આત્મશ્લાઘા કરતાં શી બેટી છે ? તથાપિ જે કદાપિ કોઈ અણધાર્યો રસ્તે તે પડદો તારી પાસે ઉઘાડો થઈ જાય તો આંખ બીડજે. મનુષ્યમાત્ર–પ્રાણીમાત્ર સંપૂર્ણ કે નિર્દોષ નથી. એ દોષિત વસ્તુમાંથી પોતાને જરૂરને સાર ગ્રહણ કરવાની ઈચ્છા અને શકિતવાળાં તત્ત્વજ્ઞાની મન ભાગ્યેજ જડી આવે છે. પુસ્તકો ઘણાંએ પ્રગટ થાય છે; તે બધાના લેખકોના નામ યાદ રાખી સ્મરણશકિતને ભારે મારવા કરતાં વાંચનાર એ પુસ્તકના મધથી જ સંતુષ્ટ રહે તેમાં શું ખરું ? મગજને એટલી ઘડી પણ જે તસ્દી બચી તે ખરી. જો, મધુમક્ષિકા કેવી ફુલોમાંથી થોડે થોડે મધ એકઠું કરે છે ! આ વિચારે કે તર્ક તો અમુક અંગ્રેજી પુસ્તકમાં ચીતરેલો છે; આ ધ અમુક સંસ્કૃત ગ્રંથમાં આવેલો છે; આ શૈલી અમુક ગુજરાતી કે ફારસી લેખકની ચેરેલી છે; એમ કહી વિમુખ દૃષ્ટિ કરીશ માં. જગત અસંખ્ય વરતુથી અનાદિકાળથી ભરપુર છે. પ્રથમ જન્મવા ભાગ્યશાળી થયેલા કેઈને તે એક વસ્તુ વહેલી જડી આવી, તે પાછળથી જન્મેલાને તે જરા મેડી જડી આવી. અને કોઈએ શોધેલી વસ્તુને ફાયદાકારક પિશાકમાં શણગારી તે શુંગાર-કલાના માનની અપેક્ષા વિના, નવા રૂપમાં મૂકવી એમાં શું ખોટું છે ? માત્ર એટલું જ છે કે તેમાંથી તે કાંઈ ગ્રહણ કરવા જેવું શોધી શકે છે ? એ નવીન કે નવ–અલં કૃત વસ્તુ–કુસુમમાં મધ સિવાય બીજી નકામી વસ્તુએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com
SR No.034937
Book TitleMadhumakshika
Original Sutra AuthorN/A
AuthorMotilal Mansukhram Shah
PublisherMotilal Mansukhram Shah
Publication Year1899
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy