________________
૧૧૬
મધુમક્ષિકા.
જબ) અમુક રકમ જ્ઞાતિમાં લેવી અને તેમાં આવેલી સધની રકમ એકઠી કરવી. આથી સર્વને ખર્ચ બચશે અને તે બચતા ખર્ચ માટે જુજ રકમ જ્ઞાતિમાં આપતાં તે અચકાશે નહિ વળી સ્થિતિ અનુસાર પાડેલા વર્ગના દરેક ખૂ
" હસ્થ પાસેથી દર વરસે અમુક “જ્ઞાતિ વેરો” લે. સરકાર
" S
T : તથા મ્યુનિસિપાલીટીને વેરે ભરી શકાય છે તે જુજ વેરે સમર્થ ગૃહસ્થ જ્ઞાતિ હિત અર્થે કેમ ન ભરી શકે ? એ પ્રમાણે એકઠી થયેલી રકમ આખી કેમની બહુ ઉપયોગી ચાકરી ઉઠાવી શકશે.
પ્રથમ આપણે એક કોંગ્રેસ જૈવું સ્થાપવું; એટલે કે, એક મોટા શહેરની આસપાસના ૨૦-૨૫ ગામ અને શહેરોનું એક મંડળ કરવું, એ બધાના નિયમો એક સરખાજ સખવા. દરેક સ્થળની આવકને અડધે હિસે તેજ સ્થળે રાખીને બાકીનો અડધે હિસે મુખ્ય સ્થળે મેકલ. દરેક ગામમાં આ પ્રમાણે રહેલા અડધા હિસ્સામાંથી વરસની ત્રણે ઋતુની શરૂઆતમાં અનેક જમણ. કરે; અને વધે તે, શાતિના હિતના કાર્યો માટે સંગ્રહી રાખે મુખ્ય સ્થળે એકઠી થયેલી રકમમાંથી આખા મંડળને વક્સમાં બે જમણ આપવાં: એક, શહેરમાં અને બીજું કુદરતની સુંદરતાથી ભરપુર ગામમાં. આથી ગામડાંને શહેરનાં માણસના સ્વભાવ, રીવાજ, આબાદી વિગેરેને એક બીજાને લાભ મળશે, બ્રાતૃભાવ વધશે, ગામડીઆની અજ્ઞાનતા અને જંગલી પશું ટળશે, તેમનામાં ઉચ્ચ વિચાર અને ચપળતા પ્રવેશ કરશે.
• જ્ઞાતિ–ભોજન કરતાં જે વધે તે સીઝાતા જ્ઞાતિબંધુને પંછે વળગાડવા નાણાં ધીરવામાં, ગરીબને કેળવણી આપવામાં, સ્વધમને ઉધ્ધાર કરવા ઉપાય જવામાં, અને દેશ તરફની જ્ઞાતિની
ફરજો અદા કરવામાં વાપરવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com