________________
* * *
, .--
-~
~
-~-... - - - - - - - - - -
-
-
-
-
પત્ર ૧૧ મે.—કેશવ તરફથી લક્ષ્માને. ૧૦૦ હસે દીલ પ્રેમનાં ભરિયાં, રહે જૂદાં છતાં સંગે,” “વિનય સત્કારને એમાં, નથી અવકાશ મળવાને !” “વિનયની પૂર્ણ માગે, અધુરી તેટલી પ્રીતિ,” “પ્રતીતિ પ્રેમની કરવા, નથી અધિકાર આદરને !”
આ ભાગ્યશાળી કાગળનો ટુકડો તારાં દર્શન, સ્પર્શ, વચનામૃત અને સુગંધીથી પવિત્ર બનશે. પછી જે કે મે તેને મારા દૂતનું કામ કરવા મૂકો છે તે પણ, એને કદી પાછા આવવાનું મન થાય એમ મને લાગતું નથી. તે પત્રની માફક સર્વે રીતે ભાગ્યશાળી હું હાલમાં બની - કું તેમ નથી, તે પણ તારા હસ્તકમળથી જન્મ પામેલા અક્ષરનાં દર્શન દેવા, મારે આ દૂત વિનવે તે તે કાન દઈ સાંભળીશ ? ' લખવાનું કાંઈ જડતું નથી, અને બંધ કરવાનું મન પણ થતું નથી; તે પણ સદા શક્તિ અને પ્રભુકૃપામાં રમ્યાં કર, એ આશિર્વાદ અંતઃકરણપૂર્વક દઈ આ પત્ર પૂરે. કરું છું. એ આશિર્વાદ સ્વિકારજે અને મને ગણજે,
હવે તે તારોજ થયેલો આશા-દેરીથી સજડ બંધાય
પ્રેમ ભક્ત, તા. કવડીલ વર્ગને મારી વતી સવિનય પ્રણામ અને તારાં સનેહીઓને યથાયોગ્ય પહોંચે. તારી પોળા માનીતા કુતરા પાસે પણ મને યાદ કરજે !
કેશવ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, lownatumaragyanbhandar.com