SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ મધુમક્ષિકા. પત્ર ૧૦ મે. પાર્વતી તરફથી લક્ષ્મી ઉપર જામનગર તા. + = + = + હેન લમી; . તારો અભ્યાસ બરાબર ચાલતું હશે એમ ઇચ્છું છું. ૧૫ દિવસ પછી તારે નિશાળને અભ્યાસ પૂરો થવાને હશે. પણ હેન, નિશાળને અભ્યાસ પૂરો થવા સાથે અભ્યાસને છેડે આવ્યો ગણુશ નહિ. એ અભ્યાસ તે બીજા અભ્યાસ માટે શક્તિ આપવાનું સાધન માત્ર છે; મનની શક્તિ ખીલવવાના સાહિત્યમાંનું એક છે. જેમ ચાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થઈ ભૂખ લાગે છે અને તે ઉપર તરત દૂધ કે પૂરી કાંઈ ખાવામાં ન આવે તે ચાનું ખર્ચ અને કડાકુટ વ્યર્થ જવા ઉપરાંત જઠરાચિન શક્તિહીન થઇ જાય છે-નરમ પડી જાય છે, તેમ આ જ્ઞાનથી સતેજ થયેલી માનસિક શક્તિને તેને ગ્ય ખોરાક ન મળે, તે શક્તિ નકામી જવાની; અને તે જાતે પૂર્ણ નહિ હેવાથી કેટલીક વખતે કેટલીકને તે નુકશાન પણ કરી બેસે છે. ખરું જેઈએ તો હાલ જે કાંઇ તું નિશાળમાં શિખી છે તે કાંઈ જ નથી, અને તેમાં પણ ઉપયોગી કરતાં અલંકારીત જ્ઞાનને ભાગ વધારે છે. આપણું દેશ, કાળ, સ્થિતિને અનુસરીને આ પણે બીજાં બહુ તરેહનાં જ્ઞાનની જરૂર છે. જે જ્ઞાન આપણને દરરોજના કામકાજમાં ઉપયેગી થઈ પડે, સંકટ સ મયે ધીરજ આપવામાં મિત્ર તરીકે કામ લાગે, આબાદીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, 18wnatumaragyanbhandar.com
SR No.034937
Book TitleMadhumakshika
Original Sutra AuthorN/A
AuthorMotilal Mansukhram Shah
PublisherMotilal Mansukhram Shah
Publication Year1899
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy