________________
[ પ ] અજાણ એવા મારે તે માટેની વસ્તુ શોધવા, મેળવવા અને તેને વ્યવસ્થિત રીતે રજૂ કરવા અનેક જાતની વિચારણા અને મનોમંથન કરવાં પડ્યાં છે. આટલા શ્રમ પછી તૈયાર કરેલ આ સર્વ લખાણ માટે મને સંતોષ અને આનંદ પણ છે; કારણ કે હવે મને લાગે છે કે તે વાચકગણુ સન્મુખ રજૂ કરવા યોગ્ય બન્યા છે. વાચકગણુ તેને કેવો આવકાર આપે છે તે હવે જોવું રહ્યું.
વિશ્વમાં અનેક સંપ્રદાય છે. કેટલાક સંપ્રદાય પુર્નજન્મને તે કેટલાક મોક્ષને પણ માનતા નથી. આ સંપ્રદાય માટે આ લખાણું નકામું જ છે. બીજા કેટલાક સંપ્રદાયમાં કર્મ અંગે માન્યતા છે; પરંતુ તે ઔધિક રીતે, કારણ કે તે તે સંપ્રદાયો પૂર્નજન્મને અને મોક્ષને માને છે, પરંતુ તેમની પાસે કર્મવિષયક કેાઈ શાસ્ત્ર નથી.
જૈનેનાં લુપ્ત થયેલ મનાતાં પૂર્વેમાં કર્મવિચારનું મૂળ છે, તેમાં કર્મપ્રવાદ નામનું એક આખું પૂર્વ છે. આ પૂર્વે પણ લુપ્ત થયેલ છે, પરંતુ તેમાંના કેટલાક વિચારો પરંપરાએ ઉતરી આવેલ છે અને સંધરાઈ રહ્યા છે. કમ્મપયડી, કર્મગ્રંથ ભા ૧ થી ૬, તત્વાર્થીધિગમસૂત્ર, પંચસંગ્રહ તેમજ ઉત્તરાધ્યયનસૂત્ર આદિ આગમગ્રંથોમાં કર્મપ્રવાદના મૂળ, ડાળાં, ઝાંખરાં જોવા મળે છે. આ વિષયઅંગે મેં મારું પોતાનું તો કાંઈ લખ્યું નથી. મારી તેવી શક્તિ કે લાયકાત પણું નથી. પૂર્વ પુરૂષોના લખાણમાંથી જે કાંઈ યોગ્ય લાગ્યું તેને ઉપાડી લઇ તેને નવીન યોગ્ય વસ્ત્રપરિધાન મેં કરાવ્યું છે; આમ કરવામાં મને તે જ્ઞાન લાભ થયો છે. વાચકને મારી રજુઆત યોગ્ય લાગશે કે કેમ તે વાચકે તે વિચારવાનું રહે છે.
પ્રસ્તાવનામાં વિષય અંગે કાંઈક કહેવું જરૂરી છે કે કેમ તે વિચારણીય છે. જેને કર્મને પુદ્ગલ માને છે. પુદગલરૂપી છે. પુદગલના બે પ્રકાર છે. (૧) સુલમ અને (૨) બાદરઃ બાદરપુદગલ રકંધ ઈન્દ્રિય ગોચર છે, પરંતુ સમ પુદ્ગલ ઇન્દ્રિયથી પારખી કે જાણું શકાતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com