________________
નથી. કર્મના પુદ્ગલ સ્કંધે અનંતાનંત પ્રદેશના બનેલ છે. પ્રદેશમાં જેમ જેમ વધારો થતો જાય છે તેમ તેમ તેના સ્કંધ સૂક્ષ્માતિસૂક્ષમ બનતા જાય છે. આ કારણે કર્મના પુદ્ગલસ્ક ધ ઇન્દ્રિયનેચર નથી અને તે કર્મવાદને પ્રત્યક્ષ અથવા દષ્ટિગોચર બનાવવાનું શકય નથી, પરંતુ જગતના જુદા જુદા પ્રકારના છ પર તેના જુદા જુદા પરિણામે જોતાં કર્મ જેવા તત્ત્વનું પ્રતિપાદન કરવું શક્ય બને છે. આ રીતે આગમ અને અનુભવ એ બેને કર્મવાદ સ્વીકારવામાં ટેકા છે.
આથી વિશેષ કાંઈ કહેવું યોગ્ય તેમજ હિતાવહ નથી, વાચક પતે સ્વતંત્ર રીતે પોતાની દૃષ્ટિ નિર્મળ બનાવી આ વસ્તુને વિચારે તેટલી અપેક્ષા રાખવી તે ખોટું નથી.
અંતે વિષયની વિચારણા, રજૂઆત, લખાણ અને મુદ્રણ સુધીના પ્રસંગ દરમિયાન જે કાંઇ ખલન થયા હોય તે સર્વ માટે મિથ્યા મે દુષ્કૃતમ, ઈછી વિરમું છું.
લિ. ચીમનલાલ દ. શાહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com