________________
ગ્રંથમાળા નં. ૧૫
કાય, એ દરેક તેમજ તેના પ્રદેશ, દેશ અને કંધ અરૂપી છે, તેથી એ દરેકનું જ્ઞાન ઈન્દ્રિયથી થઈ શકે તેમ નથી. પુદગલાસ્તિકાય રૂપી છે એટલે તેના બાદર સ્કધેનું તેમજ તે સ્કંધના આણુ, પ્રદેશ, દેશ આદિનું જ્ઞાન ઇન્દ્રિયથી થઈ શકે છે, જ્યારે પુદગલાસ્તિકાયના સૂક્ષમ સ્કંધ તેમજ તેના પ્રદેશ આદિ ઈન્દ્રિયગમ્ય નથી.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ દરેક પ્રદેશના સમૂહ (અસ્તિ)રૂપ એક એક દ્રવ્ય છે, જ્યારે જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ દરેક પ્રદેશના સમૂહરૂપે જુદાં દ્રવ્ય છે અને વ્યક્તિરૂપે એ દરેક અનંત અનંત છે.
ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય એ દરેક અરૂપી-રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વિનાનાં તેમજ અદસ્ય છે તે કારણે તેના પ્રદેશ કે દેશ તે તે દ્રવ્યથી જુદા પાડી શકાતા નથી. આમ એ દરેકના પ્રદેશ અને દેશની માત્ર કલ્પના કરવી રહી. જીવાસ્તિકાયના વ્યક્તિગત દેહ કર્મ પ્રવાહના કારણે રૂપી છે તે તેમજ પુદગલારિતકાય એ રૂપી-રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળાં દ્રવ્ય છે. એ બંનેના પ્રદેશ, દેશ આદિ પડી શકે છે અને પાડી શકાય છે.
સ્કંધ એ અખંડ દ્રવ્ય છે. આ અંધમિશ્રિત સૂક્ષમાતિસૂક્ષમ અંશ એ પ્રદેશ છે, જ્યારે આવે છુટા પડેલ કે પાડેલ સૂફમાતિસૂક્ષમ અંશ એ પરમાણુ છે.
૧ જૂઓ તસ્વાર્થાધિગમસૂત્ર અ૦ ૫ સૂત્ર ૫. ૨ જૂઓ તત્યાઊંધિગમસૂત્ર અ૦ ૫, સૂત્ર ૩-૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com