________________
૪ ]
પૂ પન્યાસજી શ્રીમણિવિજયજી
અજીવ :
ઉપયોગ લક્ષણ જેમાં નથી એ અજીવ છે, તે જડદ્રવ્ય છે. તેના પાંચ પ્રકાર છે, (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાંશાસ્તિકાય (૪) પુદ્ગલ ( અણુ અને અસ્તિકાય) અને (૫) કાલ.
પુદ્ગલાસ્તિકાયના અણુ, પ્રદેશ, દેશ અને સ્કંધ એ ચાર વિભાગ છે. ધર્માસતિકાય, અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય એ દરેકના પ્રદેશ, દેશ અને સ્કંધ એ ત્રણ વિભાગ છે, કાલ અસ્તિકાય નથી, તેમજ તેને પ્રદેશ આદિ વિભાગ પણ નથી. કાલ માત્ર અનંત સમયરૂપ છે. કાલને દ્રવ્ય ગણવામાં મતભેદ છે. કેટલાક તેને દ્રવ્ય માને છે.
દ્રવ્યને ભાગ ન પાડી શકાય એ અવિભાજ્ય અને સૂક્ષ્માતિસૂક્ષમ અંશ એ પરમાણુ છે. દ્રવ્યથી છુટે પડી ગએલ આ અંશ પરમાણું અથવા અણુ કહેવાય છે, જ્યારે
વ્યમિશ્રિત આ અંશ પ્રદેશ કહેવાય છે. પ્રદેશ અને પરમાણુ એ બન્ને કદમાં સમાન, અવિભાજ્ય અને સૂક્ષમાતિસૂક્ષમ છે. પ્રદેશથી મોટા અને સ્કંધથી નાના એવા પ્રદેશના સમુદાય એ દ્રવ્યના દેશ છે. દેશથી મોટા એવા પ્રદેશના સમુદાય એ સ્કંધ છે.
ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્દગલાસ્તિકાય અને જીવાસ્તિકાય એ દરેક અસ્તિકાય કહેવાય છે કારણ કે એ દરેક પ્રદેશના સમૂહરૂપે અખંડદ્રવ્ય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાતિ
૧ જૂઓ તસ્વાથધિગમસૂત્ર અ૦ ૫ સૂત્ર ૧ અને ૩૮-૩૯,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com