________________
ગ્રંથમાળા નં. ૧૫
જયારે જ્યારે આપણે કોઈપણ કાર્ય કરવાના વિચારમાં ઈએ છીએ ત્યારે ત્યારે આપણી અંદરનું કેઈક એક અગમ્યતત્ત્વ આપણને તે કાર્ય કરવા એગ્ય છે કે કરવા માટે અયોગ્ય છે તેને સ્વયં નિર્ણય આપી દે છે. જીવની અંદરનું આ અગમ્યતત્વ એ દર્શન છે. આપણે આ અગમ્યતત્ત્વના નિર્ણય વિરૂદ્ધ આપણા સ્વાર્થ, કષાય આદિ વૃત્તિઓને વશ બની કેટલીક વાર વર્તાએ પણ છીએ. આમ આપણું અંદર રહેલ અગમ્યતત્ત્વ કે જે આપણને કાર્ય અકાય અંગે નિર્ણય આપે છે. એ “દર્શન 'તત્વ છે; આ તત્ત્વને સ્વાર્થ અને કષાય આદિ વૃત્તિઓથી અલિત રાખી તટસ્થ નિર્ણય આપતું રાખવાનો પ્રયત્ન કરતા રહેવું એ સમ્યગદર્શન છે.
સમ્યગદર્શન અનુસાર કરાતી જ્ઞાનપ્રવૃત્તિ એ સમ્યજ્ઞાન છે, જ્યારે સમ્યગદર્શન અને સમ્યગુજ્ઞાન એ બેને અનુરૂપ જીવન શેધન અને આચરણ એ સમ્યક ચારિત્ર છે. આત્માને સમભાવમાં યથાસ્થિતિ રાખવાનો પ્રયત્ન એ સમ્યક ચારિત્ર છે.
સમ્યગદર્શનને રોકનાર દર્શનમોહનીય, સમ્યગુજ્ઞાનને રોકનાર જ્ઞાનાવરણ અને સમ્યફ ચારિત્રને રોકનાર કષાય અને નેકષાય મેહનીય કર્મ છે. આ દરેકને વિચાર આપણે આગળ કરવાના છીએ.
સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્મચારિત્ર એ દરેકને એકી સમયે થતે આત્યંતિક વિકાસ એ મેક્ષ છે. જીવ માટે મેક્ષનાં સાધન પણ એ ત્રણ છે.
૧ જૂઓ તસ્વાથીધિગમસૂત્ર અ૦ ૧, મુત્ર ૧,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com