________________
૫૦
—એટલે કે, વિછીએ અને સાપામાંથી વિષને ભેગુ કરી વિધાતાએ મહાપાપી અને મહાભયકર એવા દુ ન મનાવ્યા છે.
આમ છતાં સજ્જના દુનાનાં નીચ આક્રમણેાને મહાનુભાવતાથી સહી લે છે. એટલુંજ નહિ, પણ ઉલટું એમ માને છે કે—
" जीवन्तु मे शत्रुगणाः सदैव
येषां प्रसादेन विचक्षणोऽहम् । यदा यदा मां भजति प्रमाद
स्तदा तदा ते प्रतिबोधयन्ति ॥ "
-મારા શત્રુએ જીવતા રહા, જેમની કૃપાથી હું વિચક્ષણહુંશિયાર રહુ છું. જ્યારે જ્યારે હું પ્રમાદમાં પડું છું જ્યારે જ્યારે મારાથી કઇ ભૂલચૂક કે કઇ દોષ થવા પામે છે, ત્યારે ત્યારે તેઓ મને જગાડે છે.
માતૃત્વો મ! પિતૃદેવો મન! આચાર્યદેવો સવ! (તૈત્તિરીય ઉપનિષત્ )
अतिथिदेवो भव ! એ હિન્દના પ્રાચીન આ ઉપદેશ જાણીતા છે.
અર્થાત્——માતાને દેવ માન! પિતાને દેવ માન ! આચાર્યને દેવમાન ! અતિથિને દેવ માન! માતાનું સ્થાન સહુથી ઊંચું બતાવતાં મનુ કહે છે—
" उपाध्याया दशाचार्य आचार्याणां शतं पिता ।
પ
99
सहस्रं तु पितुर्माता गौरवेणातिरिच्यते ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com