________________
૩૦.
રીતે સેકાતે કમબખ્ત માણસ મેલા અને ગરીબડા ચેહરે ચાલી નિકળે છે. એની એ વખતની દુઃખપૂર્ણ કરણ સ્થિતિમાં એને કે રાહત આપી શકે છે? કઈ એને કંઈ પણ આશ્વાસન કે શાન્તિ આપી શકે છે? એ બીચારે પિતાના સ્વજનેનાં મોઢાં તરફ ટગર ટગ જોયા કરે છે–એવું સૂચવતો કે મને કેઈ બચાવે! કેઈ બચાવો! પણ એને કઈ પ્રિય જન એના દુઃખને એની વેદનાને-એના સન્તાપને જરા પણ હળવો કરી શકે છે? બધાના દેખતાં એ અનાથ, અશરણ, પણ પ્રાણી ભાંગી ભૂકો થઈ જાય છે, કયાંય અલોપ થઈ જાય છે-એક કેડી પણ સાથે લઈ શક્યા વગર, વિવિધ પાપાચરણોથી પોતાને માટે અને વધુ તે બીજાઓ માટે ભેગું કરેલ જે ધન, તેમાંથી એક રાતી પાઈ પણ સાથે લઈ જઈ શકયા વગર. સંસારની આ હાલત છે! નકામી પારકી પંચાતને પિટલો માથે ઉપાડી માણસ ઘુમે છે. સુખ અને શાન્તિનો માર્ગ સ્પષ્ટ છતાં એના જેવામાં આવતા નથી, અથવા જેવા છતાં એને અવગણને હાથે કરી આડે રસ્તે ચાલે છે અને નકામી માથાફોડ કરી અશાન્તિને હોરતે રહે છે, હેરાનગતિને નેતરત રહે છે.
સમગ્ર ભવચકમાં મનુષ્યને ભવ જ એક એ ભવ છે કે જેમાં આત્માને પરિપૂર્ણ વિકાસ સાધી શકાય છે. અને એટલા જ માટે સ્વર્ગના દેવે પણ એ ભવમાં જન્મ લેવાની આકાંક્ષા ધરાવતા હોય છે. આવા મહાન જન્મને વિષય-કષાયમાં પડી રગદેશળતા રહેવું એ શું ડહાપણ છે? ખરેખર –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com