________________
૧૩
મહાત્મા માનવા કે? નહિ તે નહિ ? આપણા કામમાં ન પડવા છતાં પેાતાના ચારિત્રમાં નિરત રહેનાર મહાત્માને મહાત્મા માનીએ છીએ, તેમ સૃષ્ટિકત્તાં ન છતાં શુદ્ધ પરમાત્મયૈાતીરૂપ પરમાત્મા પરમાત્મા કેમ ન કહેવાય ? એ ઇશ્વર કેમ ન કહેવાય ?
જો ઈશ્ર્વર સૃષ્ટિકર્તા નથી, સ્વર્ગ-નરક આપનાર નથી, સુખ-દુ:ખ દેતા નથી, તેા પછી એને માનવાની શી જરૂર ? એવે પ્રશ્ન થવા સ‘ભવિત છે. એના જવાખમાં સમજવું જોઇએ કે, જે જરૂર એક ચારિત્રશાલી સન્ત સાધુ પુરુષની છે, તે જરૂર ઈશ્વરની છે. પવિત્ર સન્તને સત્સંગ જેમ આપણી વૃત્તિઓને સુધારવામાં ઉપકારક બને છે, તેમ પરમાત્માનું સ્મરણ, વૃન્દન, ભજન આપણી મનેવૃત્તિઓને સુધારવા માટે છે, પવિત્ર ભાવનાને જગાડવા માટે છે, અંતઃકરણની શુદ્ધિ કરવા માટે છે, સદાચારને ખિલવવા માટે છે, ચારિત્રને વિકસાવવા માટે છે. એ જ માત્ર ભગવદ્ભક્તિના ઉદ્દેશ છે. માનસિક રોગાને દૂર કરવા, આન્તરિક મેલને ધાવા, રાગ-દ્વેષને વિદ્યારવા અને મનોવૃત્તિને સુધારવા માટે દેવાલયમાં જવાનું છે. અહિંસાના પાઠ શિખવા માટે, સત્ય અને સંયમનો અભ્યાસ કરવા માટે અને વિશ્વબંધુત્વની ભાવનાને જગાડવા માટે આપણે દેવાલય જઇએ છીએ. પરમાત્મા ગુણાના “ असितगिरिसमं स्यात् कज्जलं सिन्धुपात्रे सुरतरुवरशास्त्रा लेखिनी पत्रभूर्वी ।
लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं
तदपि तव गुणानामीश ! पारं न याति ॥ "
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com