________________
૧૪
માસાગર છે. એનું ચિન્તન કરી આપણે આપણા જીવનમાં ગુણા પ્રગટાવવાના છે. આત્મભાવનાના વિકાસ માટે, ગુણવકાસની ભાવનાને ઉદ્દીપ્ત કરવા માટે દેવાલય છે
ધનાથી ધનીની પાસે જાય, અને વિદ્યાર્થી વિદ્યાવાની સામત કરે, તેમ ગુણાથી એ ગુણીની સેાખત કરવાની છે. ચારિત્રશાલી સન્તનો સંગ જેમ ગુણીની દૃષ્ટિએ છે, તેમ ભગવાને સત્સંગ (દર્શન, સ્મરણ, વંદન) પણ એ જ ષ્ટિએ છે. મહાત્મા એના ચારિત્રથી અને સદુપદેશથી ઉપકારક છે, તેમ પરમાત્મા પણ એના મહાન્ જીવનપાવિત્ર્યથી અને એની સાંપ્રત ઉપલબ્ધ ઉપદેશ-સ ́પત્તિથી ઉપકારક છે, ઉપકારક થઈ શકે છે.
આત્માનું કલ્યાણ આધ્યાત્મિક જીવનમાં છે. આધ્યાત્મિક જીવન એટલે વીતરાગતાનો અભ્યાસ—કામ, ક્રોધ, મદ, લાભના વિદ્યારણનો અભ્યાસ. એ જ માટે તપ-જપ, ભક્તિ અને કર્રકાંડ કરવાનાં છે. આપણાં તમામ ક્રિયાકાંડ વીતરાગભાવની સાધનાની દિશામાં વહેવાં જોઇએ. એ જ ધ્યેયને અનુલક્ષીને, એ જ લક્ષ્ય તરફ દ્રષ્ટિ રાખીને કર્મકાંડ કરવાનાં છે. દેવાલયનું વાતાવરણુ વીતરાગતાની ભાવનાને બાધક ન થાય, પણ સાધક થાય એવું
—કૃષ્ણાચલને શાહી બનાવાય, દરિયાને ડિયા બનાવાય, કલ્પવૃક્ષની શાખાને કલમ બનાવાય, ધરતીને કાગળ બનાવાય, અને સરસ્વતી પાતે લખે-હમેશાં લખ્યા કરે, તા ય, હું ઈશ ! તારા ગુણાને પાર ન પામે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com