________________
૧ર
સ્રષ્ટા છે. અને એણે પોતાના જ પુરુષાર્થ ખલથી કર્મનાં અન્યનાથી છુટવું રહ્યું. બીજો કેાઈ એની (કર્મની) બેડીએ તેાડે એ બનવાનું જ નથી. એણે પાતે જ પાતાના પ્રમલ આત્મપ્રયત્નથી પેાતાની કર્મીની જંજીરા તાડવાની છે. અને એમ કરીને જ-પેાતાના જ આત્મખલથી તે મેાક્ષ મેળવી શકે છે.
ઇશ્વરને જેઓ ન માને તે
અનીશ્વરવાદી કહેવાય. પણ જેએ ઇશ્વરને માને છે, કિન્તુ તેને સૃષ્ટિકર્તા તરીકે નથી માનતા, તેઓ અનીશ્વરવાદી નથી, ઇશ્વરવાદી છે. તેઓને અનીશ્વરવાદી કહેવા એ ભૂલ છે. ઇશ્વરના સૃષ્ટિકત્તાં પરમાત્મા એવા અર્થ જો થતા હાય તા તેઓને (જેએ ઇશ્વરને માનીને તેને સૃષ્ટિકર્તા તરીકે ન માનતા હાય તેમને) અનીશ્વરવાદી કહી શકાય. પણ · ઈશ્વર' શબ્દના એવા અર્થ સ્વાભાવિક રીતે નિકળી શકે તેમ નથી. ફૈ' ધાતુને ‘વ' પ્રત્યય લાગવાથી ફ્ેશ્વર શબ્દ અનેલ છે. એમાં શ્ ધાતુના અર્થ ‘સમર્થ હાવું' એવા થાય છે. જગત્-સર્જનમાં સમર્થ હોવું એવા અર્થ એમાંથી શબ્દત: પ્રાપ્ય નથી. શેમાં સમર્થ હાવું એ વિષે ઘટિત અર્થ લેવાય. ઇશ્વરને સૃષ્ટિકત્તૉ ન માનનાર વર્ગ પૂર્ણ બ્રહ્મપ્રકાશના અનન્ત સામર્થ્યને ઇશ્વર' શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત માની ઇશ્વર' શબ્દના યાગ એસાડશે.
"
ઇશ્વર જો સૃષ્ટિકર્ત્ત નથી, તેા એ ઇશ્વર જ કેમ કહેવાય ? એમ કોઈ કહી એસે ખરા, પણ ઇશ્વર કઇ સૃષ્ટિકર્તૃત્વથી ઇશ્વર નથી, કિન્તુ પેાતાના પૂર્ણજ્વલ ચેતનપ્રકાશથી ઇશ્વર છે. કાઇ વીતરાગ સન્ત મહાત્મા આપણું કામ કરી આપે તેા જ તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com