________________
બુરા વિચારરૂપી ફલને ઉપજાવનાર કર્મને પ્રેરીને ઈશ્વર તે કર્મવાળા પ્રાણીઓને બુરા વિચારવાળા બનાવે છે. શું આ વાત ઈશ્વરને માટે છાજતી છે? માઠાં કર્મોને ઈશ્વર પ્રેરે જ નહિ, તે એ બીચારાં એની મેળે નિબળ બનીને ખરી જવાનાં, અને એનાથી ઉત્પન્ન થનાર વિચાર તથા દુરાચરણ પણ આપોઆપ અટકી જવાથી પ્રાણુઓ સ્વતઃ સુખી જીવન જીવી શકવાના. આમ, પ્રાણીઓનાં કર્મોને પ્રેરવાની કડાકુટમાં પડવું એ ઈશ્વરને માટે શેભાસ્પદ છે? ઉચિત છે? નહિ જ. અને એમાં ન પડવું એ કેટલું સારું અને એના મહાન જીવનને કેટલું સંગત છે એ સ્પષ્ટતાથી સમજી શકાય તેમ છે.
વિચિત્ર પ્રાણુઓની વિચિત્ર કર્મસૃષ્ટિથી જ રોગચાળા, દુકાલ, ધરતીકંપ વગેરે ઉત્પાત થાય છે. એમાં ઈશ્વરને હાથ માન એ ઠીક નથી. અષ્ટા ઈશ્વર જે હોય તો એ દયાલુજ હેય. એ પ્રાણીઓને મારીને ન સુધારે, પણ પ્રેમથી સમજાવીને, સારી બુદ્ધિ આપીને, વાત્સલ્યપૂર્વક તેમને હદયપલટ કરીને સુધારે. મેટા ભદ્ર મહાનુભાવની પણ આ રીતિ હોય છે, તે કલ્યાણમૂર્તિ અને દયાસાગર એવા ઈશ્વરની–જે તે સટ્ટા અથવા નિયામક હોય તે–આ રીતિ ઉંચામાં ઉંચી જ કેટીની હોય એ ખુલ્લું છે.
પણ ખરી વાત એ છે કે ઈશ્વર જગતના બખેડાથી તદ્દન નિરાળે છે. પ્રાણ પિતાના જ કર્મથી ભવચકમાં ભમે છે, પિતાના જ કર્મથી સ્વર્ગ, નરક આદિ ગતિઓમાં જાય છે અને પિતાના જ કર્મથી સુખ-દુખ મેળવે છે. પ્રાણી પોતે જ પોતાના ભાગ્યને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com