________________
૧૦
જગત્સર્જનમાં ભાગ ભજવે છે એમ માનવું તેા ઘટી શકે તેમ નથી. બ્રહ્મનું પરિણામ જગત્ હાય તો તે, બ્રહ્મ જેવું જ સુન્દર હાય, આવું વિકૃત ન હેાય. સારા દૂધની ખીર પણ સારી જ હાય. દીવા સ્વચ્છ, તે તેના પ્રકાશ પણ તેવા સ્વચ્છ, અને દીવા ધુધલા, તા તેનેા પ્રકાશ પણ તેવા જ. જગત્ત્યું વિકારત્વ બ્રહ્મસ'ગત માયાને આભારી છે એમ કહેવામાં તે બ્રહ્મ પાતે જ માયાના ચેાગે વિકારી ઠરે છે. અને એવું તે બ્રહ્મ' શું હશે એ અણુઉકેલ રહી જાય છે. વળી માયા જો અસદ્ભૂત હાય તા શશભૃગની જેમ ઠરે, અને જો સદૂભૂત હાય તા બ્રહ્મ અને માયા એ એ તત્ત્વા સિદ્ધ થવાથી અદ્વૈતવાદ નિરસ્ત થઇ જાય.+
"
પ્રત્યેક જીવ એના મૂળ સ્વરૂપમાં પૂર્ણ ચૈતન્યરૂપ બ્રહ્મ છે, પણ તે માયાથી એટલે અજ્ઞાનથી-મેાહથી-કથી આવૃત છે. આમ માનવું બહુ ઠીક ઉતરે છે. અને એ રીતે માયાયુક્ત બ્રહ્મના જ આ સઘળે! વિવત્ત છે એ વાત બહુ સારી રીતે બ ંધ એસતી થઇ જાય છે.
વળી, ઇશ્વર, પ્રાણીએ બાંધેલાં કર્મને લેાન્મુખ કરવા માટે તેને (કર્મને) પ્રેરે છે, પ્રેરીને તેને લ દેવામાં સમર્થ બનાવે છે-આ રીતે ઇશ્વરનું પ્રેરકત્વ જો માનીએ તે એના અર્થ એ થાય કે,
+ माया सती चेद् द्वयतत्व सिद्धिरथासती हन्त ! कुतः प्रपञ्चः ? मायैव चेदर्थसहा च तत् किं माता च वन्ध्या च भवत्परेषाम् ? ॥१॥
—હેમચન્દ્રાચાય www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat