________________
જેવ. પાયા ઉપર ન રચાયાં હોય. આબોહવા, પ્રાંત, ભાષા અને પહેરવેશ ઉપર જે કુદરતી જ સમાજે બનેલાં છે તે નહિ ગણકારતાં ધમને જ મૂળ લઈ સમાજ રચાયાં હેને જ આભારી આપણી આ અત્યારની રિથતિ કહી શકાય. ગુજરાતમાં રહેતાં મનુષ્યો પરસ્પર ગમે તે આચરણ કરે હેમાં અન્યને ધર્મને કંઈ લેવા દેવા હોઈ શકેજ નહિ. સદવર્તનની બન્નેને છૂટ છે. અને પ્રાકૃતિક જ સદાચરણી દુરાચર સાથે સંગ બાંધો કદી ન ઇચ્છે. અન ધર્મ એની મેળે જ સચવાય. છતાંયે ધર્મ હમજી શકનાર કેક સારા મનુષ્યમાં આવું વિચિત્ર પરિણામ ઉપજાવનારી હલકી મને વૃત્તિ પહેલાં ઉત્પન્ન થઇ હશે તેમ ધર્મનાં મંડળોને લીધે થઈ ગયેલી અત્યારની છિન્ન ભિન્ન પરીરથતિ જોતાં કહ્યા વિના ચાલેજ નહિ. જે બાજુથી અને જે હેતુથી આપણે અત્યારે ધર્મને તપાસીયે છીએ તે બાજુ અને તે હેતુ સાથે સમાજના આર્થિક કે રાજ્યકારી કેઇપણ અંગને જરીયે સંબંધ નથી. સમાજે ધર્મને લીધે બને તે કરતાં નિસગિક ટે અને અન્ય પ્રશ્નોને ધ્યાનમાં રાખી અને તે વધૂ ઇચછનીય છે.
આવું હોત તો “ધર્મ' શબ્દ આટલે ન વગોવાત તે હું ચોકસ કહી શકું છું. મનુષ્યની ઉન્નતિનો પ્રશ્ન એટલો સાદો અને સરળ છે કે તે દરેક મનુષ્ય ઘણી સહેલાઈથી હમજી અને આચરી શકે. પણ અત્યાર સુધીનું હેનું જીવન એવા કોઈ વિચીત્ર પ્રકારના વિચાર મિશ્રણમાં વહી ગયેલું હોય છે કે તેને હેમાંથી હટવું અથવા જરીક જેટલી કુદકી મારવી પણ મહાભારત કાર્ય થઈ પડે. ધર્મ એકખી રીતે બુદ્ધિ પર રચાયેલું છે. જે બુદ્ધિ એકદમ ન રહમજી શકે તે જરી મંથનથી રહમજે પણ હમજે અને આચરે તે તે કિસજ. દૂનીયાના કાળા રંગે હેને બળ જબરીથી નથી અડકતા પણ પોતે જે ખસવાજ ન માંગે તો તે કાળાં શું—પણ દરેક પ્રકારના પાકા રંગમાં નીતરાઇજ પડે !! સંતોષ અને આનંદથી મનુષ્ય પોતાની કસોટીયે રહડેલા માર્ગ પર ચાલ્યું જ હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com