________________
શ્રી શત્રુંજય
: ૪૮ :
[ જૈન તીર્થોના . ઢેરી છે જેમાં ભરત મહારાજાનાં પગલાં છે. સં. ૧૬૮૫ માં તેની પ્રતિષ્ઠા થયેલી છે. અહીં પહેલા હુડા પૂર્ણ થાય છે.
ઈચ્છા કુંડ
ધાળી પરખથી સપાટી જેવા રસ્તામાં ચાલતાં પહેલો કુંડ આવે છે. તે કુંડ સુરતવાલા શેઠ ઇચ્છાચરે બધાવેલ છે તેથી ઇચ્છાકુડ કહેવાય છે. અહીં પશુઆને પાણી પીવાની પણ અનુકૂળતા છે. યાત્રિઓને બેસવા બેઠક વગેરે છે. કુમારપાળકુડ—
અહીંથી આગળ વધતાં ઊંચે પગથીયા ચઢીને જતાં, એક દેહરીમાં શ્રી ઋષભદેવજી, શ્રી નેમિનાથજી અને તેમના ગણધર શ્રી વરદત્ત એ ત્રણેની પાદુકાઓ છે. તેની સામે ખાંક-બેઠક જેવા વિસામે છે. નેમિનાથજીની દેરીથી આગળ જતાં ચાર્ડ દૂર લીલી પરખ નામે વિસામાનુ` સ્થાન-દેરી આવે છે. અહીં શેઠ ડાહ્યાભાઈ દેવશી (કચ્છી)ના નામથી પરમ ચાલે છે. ત્યાંથી ઘેાડે દૂર જતાં ડાબા હાથ ઉપર એક વિસામા દેરી છે, જેમાં સુરતવાળા શેઠ તલકચંદ્ર માણેકચંદ તરફથી પરખ મેસાડેલી છે. તેની જોડે જમણા હાથ ઉપર કુમારપાલ કુંડ આવે છે. આ કુંડ ગુર્જરેશ્વર પરમાતાપાસક મહારાજા કુમારપાલ સેાલકીએ ખધાવેલ છે.
કુમારપાલ કુંડથી આગળ જતાં એક સીધી ટેકરી ચઢવાની આવે છે. અહીં ચઢાવ ઘણા જ કઠણુ છે. આ રસ્તાને હિંગલાજના હુડો કહેવામાં આવે છે. ટેકરી ઉપર હીંગળાજ માતાનું મંદિર છે. અહીં એક ખારોટ એસી યાત્રીઓની યાત્રા સલ થયાનુ ં અને અમુક મેળાના દિવસેામાં શ્રી ઋષભદેવજી પ્રભુના આટલા પુત્રો આજે સિધ્ધિપદ પામ્યાનું કહે છે. સાથે જ આટલા કઠણુ ચઢાવ ચઢીને આવ્યા છે. તો મને પણ કઇંક આપે।. દેવીને ચઢાવવાથી તમને ઉપર ચઢવ નું હવે વધુ કષ્ટ નહિ થાય એમ પણ સૂચવે છે. ત્યાંથી ઉપર જતાં સામે જ વિશ્રાંતિસ્થાન છે, ત્યાં આંક આકારના વિસામા છે. ત્યાંથી ઉપર જતાં જમણી બાજુ પથ્થરમાંસિંદુર પાના લગાડેલ સ્થાનક છે. શેઠ કુટુમ્બ પાતાની આ કુલદેવી ખોડીયારના કર કરવા જતી વખતે આ સ્થળે પગે લાગી નાળિયેર ફાડે છે. અહીં સુધીમાં પહાડના અર્ધો રસ્ત પૂણ' થાય છે. અહીંના વિશ્રાંતિસ્થાનમાં કચ્છી શેઠ હીરજી નાગજી તરફથી પરમ એસાડેલી છે. પગથિયાનાં કાંઠે એક દેરી છે જેમાં કલિકુંડ પાર્શ્વનાથની પાદુકા છે, જેની સ્થાપના સં. ૧૮૩૫ માં કરવામાં આવી છે. આ સ્થાન વિશ્રાંતિ માટે ઘણુ′ જ સારું-અનુકૂળતાવાળુ' છે.
૧. હીંગલાજના ઠંડા, કડે હાથ અને ચયા; ફૂટયા પાપના ઘડા, ખાંડ પુન્યના પડે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com