SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] : ૭ : શ્રી શત્રુંજય ઉપર ચડતાં રસ્તામાં પાંચ કુંડ આવે છે. દરેક કુંડની વચમાં ત્રણ ત્રણ ચાર ચાર વિસામા આવે છે. દરેક વિસામાએ શેઠ બ. ક. ની પેઢી તરફથી ગરમ અને ઠંડા પાણીની વ્યવસ્થા રાખવામાં આવે છે, જેને લોભ જૈન યાત્રીઓ ઉઠાવે છે. સરસ્વતીની ગુફા જયતલાટીથી ઉપર ચડતાં જમણા હાથ તરફ લગભગ ૫૦ થી ૬૦ કદમ દૂર કિનારા પર એક ઘુમટમાં સરસ્વતીની ગુફા છે. ગુફામાં હંસવાહિની ભગવતી " સરસ્વતી દેવીની પ્રાચીન ચમત્કારી ભવ્ય મૂતિ છે. આથી નીચેના ભાગના ખુલા વિશાળ મેદાનમાં સુપ્રસિદ્ધ આગધ્ધારક શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી ભવ્ય આગમમંદિર બંધાય છે. વચમાં ચેમુખ જિનાલય, ચોતરફ દેરીઓ, તેમાં આપશાસ્ત્ર પથ્થર ઉપર કેતરાયેલ છે, સાથે સાહિત્ય મંદિર, ધર્મશાલા વગેરે પણ બંધાય છે. બાબૂના દેહરાની ટુક આ ટુંક, ઉપર ચઢતાં ડાબી બાજુ ૨૫ પગથિયાં ચઢ્યા પછી આવે છે. અજીમગંજન રાયબહાદૂર બાબુસાહેબ ધનપતસિંહ અને લખપતિસિંહે પોતાનાં માતુશ્રી મહતાબકુંવરના સ્મરણાર્થે લાખો રૂપિયા ખચ આ ટુંક બંધાવી છે. વિશાલ જગામાં આ ટુંક બંધાયેલી છે. શરૂઆતના ભાગમાં વહીવટ ઓફીસ, હાવા ધોવાનું સ્થાન અને બીજું મકાનો છે. અને પાછળના વિશાલ ભાગમાં વચમાં સૂર્ય મંદિર, આજુબાજુ ફરતી ચોતરફ દેરીઓ અને મૂલનાયક પાછળ રાયણ વૃક્ષ નીચે પાદુકા છે જે પહાડ ઉપરના મૂલમંદિરનું સ્મરણ કરાવે છે. સં. ૧૯૫૦ મહા શુદિ ૧૦મે અહીં ઉત્સવપૂર્વક બાબુજીએ પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓ ઘણુ જ દાનવીર અને ધર્મપ્રેમી હતા. અનેક ધાર્મિક કાર્યોમાં તેમણે લાખો રૂપિયા ખર્ચા છે. બેથી અઢી લાખ રૂપિયા ખર્ચ તેમણે જૈન સુત્ર પહેલવહેલાં છપાવ્યાં હતાં. આ મંદિ૨-ક પહાડ ઉપર ગણાય છે તેથી શાસ્ત્રીય નિયમાનુસાર, ચાતુર્માસમાં પહાડ ઉપર ન ચઢાય એ નિયમે, ચાતુર્માસ સિવાય ૮ માસ ભાવિક યાત્રીઓ દર્શન-પૂજનને લાભ થે છે. બાબુના દેહરાની ટુંકનાં દર્શન કરી ઉપર ચઢતાં થોડે દૂર એક એટલા જેવું આવે છે, અહીં ઘણીવાર ચોકિયાત બેસે છે અને કઈ યાત્રી પહાડ ઉપર બીડી, દીવાસળી આદિ લઈ ન જાય તેની તપાસ રાખે છે. અહીંથી ધીમે ધીમે ચઢાવ શરૂ થાય છે. ત્યાં આગળ પહેલા હડાની દેરી આવે છે. ત્યાં વિસામે અને પાણીની પરમ આવે છે. ત્યાંથી થોડે દૂર ચઢતાં પેળી પરબને વિસામો આવે છે. અહીં ધોરાજીવાળા શેઠ અમુલખ ખીમજીના નામથી પરબ બેસાડેલી છે. તેની પાસે જમણા હાથે એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy