SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ બૌધ્ધમાં કપિલવસ્તુ, પાવાનાર, કુશીનાર, મૃગદાવ, બધીગયા, સાંચી, સારનાથ, કિશ્ચિયનેમાં જેરૂસલેમ, રોમ ( ઈટલી) મુસલમાનમાં મકકામદિના, અજમેરના ખ્વાજાપર, શીખેમાં અમૃતસરનું સુવર્ણ મંદિર, પટણા, લાહોર પાસેનું “નાનકાના” ગ્રામ, આર્યસમાજીસ્ટોનું અજમેરનું સ્વામી દયાનંદજીનું સમાધિસ્થાન અર્થાત્ સંસારભરના દરેક ધર્માવલંબીઓ-પછી ભલે તે નાસ્તિક હેય કે આસ્તિક હોય, મૂર્તિપૂજક હોય કે અમૂર્તિપૂજક (મૂતિભંજક) પશુ-તીર્થ જરૂર માને છે. મહાપુરુષના ચરણેથી વિભૂષિત પવિત્ર ભૂમિનાં દર્શન અને સ્પર્શન કરવાથી મુમુક્ષુ મહાનુભાવોના હૃદયમાં ભકતા અને પૂજય વૃત્તિ પ્રકટ થવા સાથે હૃદયની મલિન વાસનાઓને ક્ષય થાય છે. તીર્થયાત્રાનું મુખ્ય ફલ એ જ છે કેતીર્થસ્થાનેનાં પવિત્ર અણુ ઓ આપણા આત્માને પવિત્રતા તરફ વળે-પવિત્ર કરે અને આપણી અપવિત્રતા કે અપાત્રતાને દૂર કરી પૂર્ણતા તરફ વાળે. કેટલીક વાર તે પ્રકૃતિરમ્ય મનહર રસ્થાને પણ આપણને શાંતિ આપે છે. કાશમીર, મહાબલેશ્વર, સીમલા, મસુરી અને માઉન્ટ આબૂ જેવા શાંત, રમ્ય અને પ્રકૃતિથી સુશોભિત સ્થાને વિલાસી અને એશઆરામી અને શાંતિ આપે છે, તે પછી પ્રકૃતિથી રમ્ય સુંદર, એકાન્ત અને મનેરશ્ય તેમજ મહાપુરુષોની ચરણરજથી પવિત્ર તીર્થસ્થાને મુમુક્ષુ ભવ્યાત્માઓને આત્મિક શાંતિ આપે; આધિ, વ્યાધિ, ઉપાધિથી સંતાપિત થયેલા જીને આત્મિક શાંતિ આપે એ પણ એટલું જ સ્વાભાવિક છે. અને એટલા જ માટે શાસ્ત્રકારોએ તીર્થ શિષ્યનો અર્થ-નાતીત તીર્ઘ આમાને તારે તેનું નામ તીર્થ કહેલ છે. આ તીર્થ સ્થાવર અને જંગમરૂપે છે. સ્થાવર તીર્થ આપણે આગળ જણાવી ગયા છીએ તે જ્યારે જંગમ તીર્થ છે શ્રી શ્રમણ સંધ અને જિનવાણી દ્વાદશાંગી. અહીં સ્થાવર તીર્થની ચર્ચા હેવાથી જંગમ તીર્થની વિશદ વ્યાખ્યા મુલતવી રાખવી ઉચિત ધારી છે. મનુષ્યના જીવનમાં એવા પ્રસંગો અવશ્ય ઉપસ્થિત થાય છે કે તેને આત્મિક શાંતિની ભૂખ લાગે છે તેમજ આત્મિક શાંતિની અનિવાર્ય આવશ્યકતા લાગે છે. અન્ય ઉપાધિથત સ્થાનેમાં શાસ્ત્ર અભ્યાસ-ધાર્મિક પ્રવૃત્તિ કે બીજી ગમે તે સત્યવૃત્તિ મનુષ્યને જે અનુપમ શાંતિ, જે સાત્વિકતા અને પવિત્રતા આપે છે તેના કરતાં અનેકગણી અનુપમ શાંતિ, સાતિવક્તા અને પવિત્રતા તીર્થસ્થાનમાં પ્રાપ્ત થાય છે. એટલા જ ખાતર ભારતીય ધર્મોના પ્રાચીન ઋષિ-મહષિઓ, મહાભાઓ અને સંતપુરુષે એકાંત ગિરિશિખર, ગુફાઓ, જંગલે, વનખંડે, નદીતીરે કે સમુદતીરેના શાંત ભૂમિપ્રદેશમાં વિહરી અનંત શાંતિને લાભ, શાશ્વત સુખશાંતિને લાભ પ્રાપ્ત કરી આપણે માટે પણ એ જ ભવ્ય શાયત આદર્શ મૂકતા ગયા છે. અને તીર્થયાત્રાને મહિમા સહભ્રમુખે ગાઈ તીર્થયાત્રાનો ઉપદેશ આપી ગયા છે. એમનો એ ઉપદેશ માન્ય રાખીને દરેક આરિતક ધર્મના ઉપાસકો ગમે તેવાં વિકટ કોને પણ સુખરૂપ માની તીર્થયાત્રા જરૂર કરે છે. કેટલાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy