SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર સ્તા વ ના श्रीतीर्थपाथरजसा विरजी भवन्ति तीर्थेषु च भ्रमणतो न भवे भ्रमन्ति । द्रव्यव्ययादिह नराः स्थिरसंपदः स्युः पूज्या भवंति जगदीशमथार्चयन्तः ॥ १ ॥ જિન ધર્મમાં તેના ઉપાસકોને કરવાનાં કાર્યોમાં તીર્થયાત્રા પણ એક પ્રધાન સત્કાર્ય ગણાવ્યું છે. ખાસ કરીને જે સ્થાનોમાં તીર્થકર ભગવંતેનાં કથાક યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ -મોક્ષ આદિ પવિત્ર કાર્ય થયાં હોય તેને તીર્થસ્થાન કહેવામાં આવે છે. આ સિવાય તીર્થકર ભગવંત અને ઉત્તમ સાધુપુરુષના વિહારથી તપ-અનશન આદિથી પવિત્ર થયેલા સ્થાનને તેમજ કઈ વિશિષ્ટ પ્રભાવશીલ અને પવિત્ર વાતાવરણવાળા સ્થાનને પણ તીર્થ તરીકે માનવામાં આવે છે. આવાં સ્થાનમાં સમેતશિખર, પાવાપુરી, ચંપાપુરી, ૨નપુરી, અયોધ્યા, હસ્તિનાપુર, રાજગૃહી, શત્રુંજયગિરિરાજ, ગિરનાર, ખંડગિરિ, તક્ષશિલા, મથુરા, અહિચ્છત્રા, રાણકપુર, આબુ, કાપરડાજી, જીરાવાલાજી, કેસરીયાજી, કરહેડાજી, જેસલમેર, ભીલડીયા, પાવાગઢ, ભાયણી, સેરીસ, પાનસર, શંખેશ્વરજી, કાઈ, જગડીયાજી, ઈડર, પિસીના, માતર, ખંભાત, ભૃગુકચ્છ, કુલ્પાક, અંતરીક્ષજી, ભાંડકજી, શ્રવણબેલગેલ, મુલબદ્રી, શ્રીપર્વત, અજાહરા પાર્શ્વનાથજી, બજા પાર્શ્વનાથજી, પ્રભાસપાટણ, નવખંડા પાર્શ્વનાથજી (ઘેઘા), મધુમતી (મહુવા), વલભીપુર વગેરે વગેરે અનેક તીર્થો જૈનમાં બહુ જ પ્રસિદ્ધ છે. તીર્થરથાને ને મહિમા અને તીર્થયાત્રા કરવાની પ્રથા માત્ર જૈન ધર્માવબીઓમાં જ છે. એમ નહિ કિન્ત સંસારના પ્રાયઃ બધા પ્રાચીન ધર્માવલંબીએમાં તીર્થને મહિમા અને તીર્થયાત્રા કરવાનું પ્રસિધ્ધ જ છે. બ્રાહ્મણોમાં અને વૈષ્ણવોમાં કાશી, હરદ્વાર, જગન્નાથપુરી, સોમેશ્વર, દ્વારિકા, નાથદ્વારા, કારેશ્વર, મથુરા, વૃંદાવન, ગયા, ડર, વડતાલ, સિદ્ધપુર વગેરે અનેક તીર્થો પ્રસિદ્ધ જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy