SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવિક આસ્તિક તો સંસારની ઉપાધીથી મુકત બની છેલ્લી અવસ્થા તીર્થસ્થાનમાં ગાળવાની અભિલાષા રાખે છે. કેટલાક દરમહિને તીર્થયાત્રા કરે છે, કેટલાક દર વર્ષે તીર્થયાત્રા કરે છે અને કેટલાક જીવનમાં એક વાર તે અવશ્ય તીર્થયાત્રા કરીને પણ કૃતકૃત્યતા અનુભવે છે, જેનોમાં એ માન્યતા પ્રચલિત છે કે જેણે સિદ્ધિગિરિરાજની યાત્રા નથી કરી તે માતાના ઉદરમાંથી બહાર જ નથી ખા. બ્રાહ્મણેમાં કાશી, વિણમાં વૃંદાવન માટે પણ આવી જ કેક્તિ પ્રવર્તે છે. આગળના સમયમાં વાહનોની અત્યારના યંત્રયુગ જેવી અનુકૂળતા હતી ત્યારે એકલદોકલ મનુષ્યને તીર્થયાત્રા કરવી બહુ જ મુશ્કેલ મનાતી હતી. એટલે જેમને યાત્રા કરવી હોય એ કઈ સંઘના પ્રયાણની રાહ જુએ અને જ્યારે એ અવસર મળે ત્યારે મહાન પુણ્યદય સમજી તીર્થયાત્રા માટે સંઘ સાથે પ્રયાણ કરે છે. આવો સંઘ કાઢનાર સંઘપતિ-સંઘવી કહેવાય છે અને તે સંઘપતિ હજારે, લાખો, અરે કરોડો રૂપિયા ખચી તીર્થયાત્રાનો સંઘ કાઢે અને સાથેના સંઘની ભક્તિ કરવા સાથે તીર્થયાત્રા પણ કરાવે છે. આવા મહાન સંઘે ભૂતકાળમાં અનેક નીકળ્યા છે જેનું યથાર્થ વર્ણન કરવાનું આ સ્થાન નથી, પરંતુ ભગવંત શ્રી શષભદેવજીના પુત્ર.ચક્રવતિ ભરત મહારાજાથી લઈને અનેકાનેક રાજા મહારાજા ચક્રવર્તીઓ અને અનેક કુબેરભંડારીસમાં ધનપતિઓએ આત્મકલ્યાણ અને શાસનપ્રભાવના માટે સંઘ કાઢયા છે જેને અ૫ પરિચય સુલલિત ભાષામાં મનહર રીતે શત્રુંજય મહામ, કુમારપાલ પ્રતિબંધ, ત્રિ, શ. ક. ચરિત્ર પ્ર. કુમારપાલપ્રબંધ, સંઘપતિ ચરિત્ર, નાભિનંદનેધાર પ્રબંધ, વસ્તુપાલ ચરિત્ર, શત્રુ તીર્થોદ્ધાર પ્રબંધ, ઉપદેશસપ્તતિકા, ઉપદેશતરંગિણી, હીરસૂરિ રાસ વગેરે વગેરે અનેક ગ્રંથોમાં આપવામાં આવે છે. તીર્થયાત્રાળુએ કયા કયા નિયમ પાળવા જોઇએ, કઈ રીતીયે યાત્રા કરવી જોઈએ એનું વિસ્તૃત વર્ણન પણ મળે છે પરંતુ ઓછામાં ઓછા નિયમો પાળવા માટે “છ'રી પાળવાનું ખાસ ફરમાન છે તે “છરી” આ પ્રમાણે છે. • एकाहारी भूमि संस्तारकारी, पद्भ्यांचारी शुद्धसम्यकत्वधारी। यात्राकाले सर्वसचित्तहारी, पुण्यात्मा स्याद् ब्रह्मचारी विवेकी ॥ ભાવાર્થ દિવસમાં એક વાર ભજન (એકાસણું), ભૂમિ ઉપર એક જ આસન પાથરી: સુવું તે સંથારો,(ભૂમિશયન) પગે ચાલવું, શુદ્ધ શ્રદ્ધા રાખવી, સર્વ ચિત્તને ત્યાગ કરો અને બ્રહાચર્યનું પાલન–આટલું તે દરેક પુણ્યાત્મા વિવેકી યાત્રીએ યાત્રાના દિવસોમાં જરૂર પાલવું. તેમજ જે ગામ નગર શહેરમાં આ યાત્રાળુઓને સંઘ જાય તે ગામ, નગર શહેરમાં દરેક જિનમંદિરોમાં વાજતેગાજતે દર્શન કરવા જાય, પૂજા કરે, સ્નાત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy