SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] શ્રી રણુજષ રાજને ઇતિહાસ છે. હવે આગળ વધીએ. નહાર બિડીંગથી આગળ વધતાં કલ્યાણવિમલની એક દેરી આવે છે, જે એક ઊંચા ઓટલા ઉપર છે. ત્યાં યાત્રાળુઓને માટે પાણીની પરબ બેસે છે. વિમલ સંઘારાના આ મુનિરાજના ઉપદેશથી તલાટીએ ભાતુ આપવાનું રાયબાબુ સિતાબચંદજી મહારના દાદાએ શરૂ કર્યું હતું. એ દેરીમાં કલ્યાણવિમલજીનાં પગલાં છે. આ સ્થાને કલ્યાણવિમલજી અને ગજવિમલજીને અગ્નિસંસ્કાર થશે છે. તેમની સ્મૃતિમાં આ સરી અને પાદુકાની સ્થાપના થયેલી છે. રાણાવાવ-ભૂખણવાવ કલ્યાણુવિમલજીની દેરીથી ૧ માઈલ દૂર આ વાવ છે. વચમાં ન બાલાશ્રમનું નવું મકાન આવે છે અને ત્યારપછી આ વાવ છે. સુરતનિવાસી શેઠ ભૂખણદાસે આ વાવ મનુષ્યને તેમજ ઢેરોને પાણી પીવા બંધાવી હતી. વાવ પાસે મેઘમુનિની દેરી છે, જેમાં ત્રણ પગલા છે. રાણાવાવનું અસલ નામ ભૂખજીવાવ હતું. ત્યાંની વાડી પણ ભૂખણદાસ શેઠની જ હતી. પાછળથી સ્ટેટે તે જમીન લઈ લીધી. ભાતા તળટી– રાણાવાવથી અર્ધો માઈલ દૂર આ તલાટી છે. આ પ્રાચીન સ્થાને એક વિશાળ વટવૃક્ષ હતું, જેથી યાત્રાળુઓને ઘણી ઠંડક મળતી, પરંતુ એ વટવૃક્ષ પડી જતાં ત્યાં શેઠ લાલભાઈનાં માતુશ્રી ગંગા માએ હજાર રૂપિયા ખર્ચ વિશાલ તલાટીરસ્થાન બનાવ્યું છે. અંદરના ભાગમાં પરસાલ તયા એરડીઓ છે. ત્યાં શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીના માણસે નિરંતર દરેક યાત્રાળુઓને ભાતું આપે છે. ઉકાળેલું પાણી પણ ત્યાં રહે છે. દર ચૌદશે તથા ચૈત્રની ઓળીમાં આયંબિલ કરાવાય છે. પેઢી તરફથી ચોકીપહેરે પણ રહે છે. પાછળના ભાગમાં બગીચે, એક ગુફા ઓરડી છે. તથા સાધુ-સાધ્વીઓને વિશ્રાંતિ માટે ત્યાં ઓરડા છે. ભાતામાં શરૂઆતમાં ચણા અપાતા. પછી શેવ-મમરા અપાતા, પછી લાડુ સેવ અને તેમાંથી અત્યારે કળીના લાડુ અને ગાંઠીયા અપાય છે. છેલ્લાં કેટલાક વર્ષોથી નવીન પ્રકારના પકવાન્ન પણ કઈ કઈ વખત અપાય છે. વળી કોઈ સમયે ચા, દૂધ અને સાકરનાં પાણી પણ અપાય છે. ભાતા તલાટીની સંપૂર્ણ વ્યવસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી રાખે છે. સતી વાવ– ભાતા તલાટીની સામે જ વાવ આવેલી છે. તેનું પાણી ઘણું જ સ્વાથ્યપ્રદ અને પૌષ્ટિક છે. અમદાવાદના નગરશેઠ શ્રી શાંતિદાસના પુત્ર શેઠ સુરદાસના પુત્ર શેઠ લહમીદાસે મોગલ સમ્રાટના ફરમાનથી સં. ૧૬૫૭ માં આ વાવ બંધાવી છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy