SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ' શ્રી શત્રુંજય જિન તીર્થોનો પણ હજારનું દાન કર્યું છે. તેમના નામથી અમદાવાદમાં પ્રેમાભાઈ હેલ સુપ્રસિધ્ધ છે. શત્રુંજય પર પાંચ લાખ ખચ દેરાસર અને પાલીતાણામાં ધર્મશાળા બંધાવેલ છે. વળી કેશરીયાજી પંચતીર્થીના સંઘ કાયા છે. તેમણે હિન્દુસ્તાનને જૈન તીર્થોની રક્ષા અને વહીવટ કરવા માટે વિ. સં. ૧૯૨૭ માં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની સ્થાપના કરી હિંદુસ્તાનના દરેક પ્રાંત અને શહેરના સંઘના પ્રતિનિધિ તરીકે ૧૦૯ મેમ્બરોની ચુંટણી કરી. તેના કાયદા તથા બંધારણ ઘડ્યાં તથા હંમેશની દેખરેખ માટે અમદાવાદમાંથી વહીવટદાર પ્રતિનિધિઓની કમિટી નીમી અને પેઢીનું પ્રમુખસ્થાન નગરશેઠ કુટુંબમાંની વ્યકિત સંભાળે તેમ ઠરાવ્યું. તેમનું સ્વર્ગગમન વિ. સં. ૧૯૪૩ માં થયું. તેમની પછી આ. ક, પેઢીના પ્રમુખસ્થાને શેઠ મયાભાઈ, તેમની પછી શેઠ ચીમનભાઈ લાલભાઈ તેમના પછી વખતચંદ શેઠના પરિવારમાંથી શેઠ દલપતભાઈના પુત્ર શેઠ લાલભાઈ પ્રમુખ થયા. શેઠ લાલભાઈ દલપતભાઈ અને મનસુખભાઈ ભગુભાઈએ મળીને પેઢીની અનેકવિધ સેવા કરી છે. બુટ કેસ તથા ધર્મશાળાની ખટપટો રાજ્ય સાથે ઊભી થતાં બહુ જ કુનેહથી કાર્ય લઈ વિજય મેળવ્યો હતો. તેમના સમયમાં પેઢીના હાથમાં રાણકપુર, ગિરનાર તથા સમેતશિખરજી વગેરે તીર્થોના વહીવટ આવ્યા. સિધાચલની તળેટી ઉપર બાબુનું પ્રસિદ્ધ મંદિર બંધાયું. શ્રીલાલભાઈ શેઠ પછી પ્રેમાભાઈના પુત્ર મણિભાઈ પ્રમુખસ્થાને આવ્યા, તેમની પછી શેઠ કસ્તુરભાઈ પ્રમુખ ચુંટાયા અને અત્યારે શેઠ લાલભાઈ દલપતભાઈના પુત્ર શેઠ કસ્તુરભાઈ પેઢીના પ્રમુખ છે. તેમના સમયમાં વિ. સં. ૧૯૮૨ માં વેટસનને ચકાદ સમાપ્ત થતાં રાજ્ય જૈનો ઉપર કર નાંખ્યો. જૈનોએ તેની સામે જબરજસ્ત અસહકાર કર્યો. હિન્દના જૈન સંઘના પ્રતિનિધિઓનો સભા અમદાવાદમાં મળી અને જ્યાં સુધી સંતેષજનક સમાધાન ન થાય ત્યાંસુધી અસહકાર ચાલુ રાખવાનું ઠરાવ્યું અને જૈન સંધમાંથી સાત પ્રતિનિધિની ચુંટણી કરવામાં આવી કે જેઓ યોગ્ય સમાધાન કરાવે. જેન સંઘે અસહકાર બરાબર ચાલુ રાખે. બે વર્ષ બાદ હિન્દના વાઈસરોયે એક રાઉન્ડ ટેબલ કેન્ફરન્સ બોલાવી, જેમાં જૈન સંઘના પ્રતિનિધિઓ અને પાલીતાણાના ઠાકર આદિ મળ્યા અને સમાધાન કરાવ્યું, જેમાં વાર્ષિક ૬૦૦૦૦)જેનો આપે તે ઠરાવ્યું. પાલીતાણું રાજ્ય સાથેના આ છેલા ફેંસલા સંબંધી આપણે આગળ જોઈ ગયા છીએ તેથી એ વિષે અહીં વધુ લખવું જરૂરી નથી. તીર્થ રોડ શ્રી કલ્યાણવિમળની દેરી-- આપણે શહેરનાં ધર્મસ્થાને જોઈ ગયા. ત્યારપછી વચમાં શત્રુંજયગિરિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy