SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ]. : ૩૯ : [ શ્રી શત્રુંજય ઈ. સ. ૧૮૨૧માં કાયમનું સમાધાન થવા છતાં એ ઠાકોર સાહેબ તરફથી નગરશેઠના મુનિ મેતીશાહ ઉપર સખ્તાઈ વગેરે કનડગતે શરૂ કરવામાં આવી જેથી કનલ લેક સાહેબે તપાસ કરી જેને ઉપર કનડગત ન કરવા માટે ઠાકોર સાહેબને સમજાવ્યા. આ ઘટના ઈ. સ. ૧૮૩૧ થી ૧૮૩૬ દરમ્યાન બની. ત્યારપછી પુનઃ કનડગતે શરૂ થતાં એજન્સીએ પાલીતાણામાં શાંતિ અને વ્યવસ્થા રખાવવા એક અમલદાર કે જેનું નામ સંભવતઃ રામરાય હતું તેને રે. આ પછી ઈ. સ. ૧૮૬૧ લગભગમાં શત્રુંજય ઉપરનાં ઘાસ અને લાકડાં લાવનાર પિતાની પ્રજા ઉપર રાયે જકાત નાખી અને વખત જતાં તેને ટેકસનું રૂપ આપ્યું. તેમજ ડુંગર ઉપરનું ખેડા ઢેરના ઘાસનું સ્થાન જપ્ત કર્યું. આ બનાવ બન્યા પછી જેનોએ છાપરીઆળીમાં નવી પાંજરાપોળની સ્થાપના કરી. ઈ. સં. ૧૮૬૩ માં ઠા. શ્રી સુરસિંહજીના સમયમાં પુનઃ વિવાદ ઊભે થયે અને એજન્સીએ તેના સમાધાન માટે મેજર આર. કીટીજને નીમ્યા. તેમણે જે ફેસલો આપે છે તે તેના અમુક મુદ્દા, વાચકને રસ અને કુતૂહલ કરાવે તેવા હોવાથી, નીચે આપું છું: (૨) (બ) “૪ પાલીતાણાના ઠાકરને દીલ્લી દરબાર તરફથી કે સનંદ મળેલ નથી. તેમજ જાત્રાળુઓ પાસેથી લેવાતા વેરા સંબંધીનું કોઈ સત્તાવાર ધારણ પણ કમનસીબે મળી આવતું નથી. ” ૧૮૨૧ નું ખત કાયમી હતું તે માટે તેઓ લખે છે કે – (૮) બx x x આટલું છતાં સામાન્ય કાયદાની હકુમતમાં આવેલા બે સરખી પાયરીવાળા ઈસમે વચ્ચે થયેલાં ખતમાં આવી કલમ દાખલ થયેલી હોય તે, બેશક હું એ અર્થ કરતાં અચકાઉ નહીં કે એમાં લખ્યા મુજબ જ્યાં સુધી નિયમિત રીત રકમ ભરાતી રહે ત્યાં સુધી આ ખતને અમલ થ જોઈએ.” કીટીજ સાહેબ અહીં એ નવી જ વાત રજૂ કરે છે કે “પાલીતાણાના ઠાકર પોતાની ભૂમિમાં એક રાજકર્તા છે.” આમ લખી ઉપર્યુક્ત કરાર કાયમી ન હોવાનું જણાવે છે. શ્રાવક કેમની તીજોરીની સ્થિતિ જોઈ કર નક્કી કરે છે, એટલે કે જેને પૈસાદાર છે માટે તેમની પાસેથી વધુ રકમ અપાવવાનું ઉચિત માન્યું છે.” ગેહેલ કાંધાજ વખતે એક મનુષ્ય દીઠ નવ પૈસાનું રખેવું લેવાતું તેને સ્થાને કિટીંજ સાહેબે મનુષ્ય દીઠ બે બે રૂપિયા ઠરાવ્યા. આ રખેપાની રકમને તેમણે જ “જાત્રાળુકર” એવું નવું નામ આપ્યું. પિતાના ફેંસલામાં તેમણે આવી કેટલીયે નવીન શોધે રજૂ કરી કુલ દશ હજારની રકમ કરાવી અને જેમાં મલયું, નજરાણું, વળાવા વગેરેનો સમાવેશ કરી દીધું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy