________________
શ્રી શત્રુંજય
: ૩૯ :
[ જૈન તીર્થોને
હવે બીજા કરાર અંગેના શબ્દ “સને ૧૮૫૭ના જૂના ખતપત્ર પરથી એવું માલુમ પડી આવે છે કે પાલીતાણા પરગણું અને જેના ઉપર મંદિર અર્પણ કરેલું છે તે શત્રુંજય પહાડ શ્રાવક કેમને દીવલી સરકાર તરફથી મળેલી સનંદની રૂએ બક્ષીસ યાને ઈનામ આપવામાં આવેલાં અને મંજુર રાખવામાં આવેલાં છે.”
હાલને ઠાકર (કાંધાજી સેંઘણજી) ગાદીએ આવ્યા પછી ઘણું અંધેર ચાર્યું છે. એના દીકરા જોડેના કજીયાથી મહેસુલની વસુલાતમાં કાંઈ ઠેકાણું રહેલું નથી. x x x છેલ્લાં બે વરસ થયાં પોતાની નોકરીમાં રહેલા કેટલાક આરઓને જાત્રાળુ પાસેથી લેવાતી રકમ આ ઠાકોરે ઘરાણે મૂકી છે. આ આર એવી ડખલગીરી કરી રહ્યા છે કે જેવી ડખલગીરી પહેલાં કદી કરવામાં આવી ન હતી. જે વખતે શ્રાવક કેમના જાત્રાળુઓ પાલીતાણે આવે છે તે વખતે તેમનાથી શાંતિથી યાત્રા થઈ શક્તી નથી અને કેટલાક અત્યાચારે આ કેમની લાગણીને ભારે દુઃખ આપે છે.”
“શ્રાવક કેમ(ને) મોટા ભાગે કંપની સરકારની તથા ગાયકવાડ સરકારની યિત છે. પિતાની પ્રજા આવા વેરામાંથી મુક્ત થાય એ બહુ ઈચ્છવા જોગ છે એમ ધ્યાનમાં લઈ પાલીતાણા તરફથી ગાયકવાડ સરકારને જે ખંડણી આપવામાં આવે છે, તેમાં આ રકમ પૂરતી માફી ગાયકવાડ દરબાર પાલીતાણાને આપે અને પાલીતાણા પાસે એવી શરત કરાવી લે કે શત્રુંજય જનારા શ્રાવક યાત્રાળુઓ પાસેથી કંઈ લેવું નહિ અને તેમને રક્ષણ આપવાની જવાબદારી પાલીતાણાને માથે રાખવી.”
–(આર. ખાનવેલ એજટ). ૧૮૨૧ના કરારમાં પણ ગેહેલ કાંધાજી તથા બેંઘણજીની સહી છે અને સાક્ષીમાં બારોટ અને રાજગોર તથા બીજા ગેહલાની સાક્ષી છે. સાથે જ ૫૦૦) ની રકમ નક્કી થઈ છે તેમાં પણ ૨૫૦) રાજગોરને, અને ૨૫૦) ભાટને આપવા ઠરાવ્યું છે. અર્થાત માત્ર ચેકીનું કાર્ય ગેહેલ કાંધાજી કરે જ્યારે લખવાનું કાર્ય રાજગોર વગેરે કરે અથાત્ આ કરાર કે રાજા પ્રજા વચ્ચે છે જ નહિ. આ કરાર કાયમી હતે એમ પણ સિદ્ધ થાય છે. જૂઓ તે શબ્દ
“અવધ પૂરી થયા પછી કરાર પ્રમાણે રૂ. આગલ સાલ આપશે તાં સુધી ચાલુ પાલીસુ.”
મેજર આર. કીટીંજ પણ અને અર્થ કરતાં લખે છે કે “એમાં લખ્યા મુજબ જ્યાં સુધી નિયમિત રીતે રકમ ભરાતી રહે ત્યાં સુધી આ ખતને અમલ જોઈએ.” અર્થાત્ આ કરાર કાયમને જ હતો.
૧. મિ. બર્નવલે તેમના આ પત્રમાં અહીં જે સને ૧૬૫૭ના ખતપત્રને ઉલ્લેખ કર્યો છે તે ખતપત્ર બાદશાહ મુરાદબક્ષે શેડ શાંતિદાસ ઝવેરીને આપ્યું હતું તે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com