________________
ઈતિહાસ ]
: ૩૭ :
શ્રી શત્રુંજય
બનાવ્યું અને આગળ કદમ વધાર્યા. છેવટે ઠાકર ઉન્નડજીએ આ અનુકૂળતાને લાભ લઈ સૈન્ય એકઠું કર્યું. ગાયકવાડના અમલદારે અને કાઠીઓ સાથે દોસ્તી બાંધી અને રાજ્ય જમાવ્યું.
પરંતુ આ બધામાં એક ભૂલ થઈ કે ઠાકોર કાંધાજીએ વિકટ પરિસ્થિતિમાં શત્રુજયનું રખેવું આરબેને ત્યાં ગીરવી મૂક્યું એટલે જૈન યાત્રિકની કનડગત વધી પડી. કાકેર અને જૈન સંઘની વચ્ચે વૈમનસ્યનાં બીજ રોપાયાં અને તેને અંગે બ્રીટીશ સત્તાને સમાધાન માટે વચ્ચે આવવું પડયું.
શાંતિપ્રિય જેનેએ કાયમની શાંતિ થાય તે માટે કાઠિયાવાડના પિોલીટીકલ એજંટ કેપ્ટન બાલ રૂબરૂ એક ચોક્કસ રકમ નિયત ઠરાવી સમાધાન કર્યું, જેમાં સાફ લખ્યું છે કે “સુખડી તથા જામીને બદલે રક્ષણાર્થે તેમજ ભાટ તથા રાજગરના મળીને વાર્ષિક રૂ. ૪૫૦૦) ઉચક આપવા ઠરાવ્યા અને તેના બદલામાં ચોકી પહેરાની ખબર રાખવા અને કઈ વાતે નુકશાન, આફત, ફીતુરી કે આસમાની સુલતાની થાય તે તે ભરી આપવાને ઠાકર કાંધાજી (દાદભા) તથા તેમના કુંવર ઘણુજીએ સં. ૧૮૭૮ (ઇ. સં. ૧૮૨૧) માં કરાર કરી આપે. પહેલાંના કરારનામાના અને આ કરારનામાના અમુક શબ્દ ખાસ વાંચવા જેવા હોવાથી નીચે આપવામાં આપે છે
સં. ૧૭૦૭( ઈ. સ. ૧૬૫૧)ના કરારના શબ્દો “સં. ૧૭૦૭ વર્ષે કાર્તિક વદિ ૧૩ મે ગોહિલ શ્રી કાંધાજી, તથા નારાજી, તથા હમીરજી તથા બાઈ પદમાજી તથા પાટમ. જત લખતું આમા શ્રી શેત્રજાની ચકી પુહરૂ કરૂં છું તથા સંઘની ચોકી કરું છું. તે માટે તેનું પરઠ કીધું. x x ગચ્છ ચોરાસી એ કરારિ લેવું. તથા એ કરાર બાપના બેલશું પાળવું તથા શ્રી આદિશ્વરની સાખી પાલવું, રણછોડજીની સાખી પાલવું. કારખાના પાસિ ન લેવું તપાગછનિ. ”
આ કરારમાં એક બાજુ ગેહલ કાંધાજી, બાઈ પદમાજી, તથા બાઈ પાટમદેની સહી છે. બીજી બાજુ ગેમલજી વગેરેની સાક્ષી છે. દેસી કડવા નાથાએ આ લખ્યું છે અને લખ્યા પ્રમાણે ન પાળે તે અમદાવાદ જઈને ખુલાસો (જવાબ) આપવાનું પણ લખ્યું છે. સાક્ષીઓમાં તે ત્યાંસુધી લખ્યું છે કે-લખત ભાટ પર બત નારાયણએ લખું, પાલિ નહિતુ અગ્નિ જમાન છું. અમદાવાદ મધે જબાપ કરૂં સહી તથા ભાટને અગડ કરી છે તે પાળવું સહી સહી.”
આ કરારપત્ર સાફ સૂચવે છે કે અનેક ભાગીદારો વચ્ચે આ કરાર થયે હતું અને એના સાક્ષીભૂત બાર વગેરે હતા. આમાં કેઈ રાજા કે કાકેર હોય એવું કશું જ સૂચિત થતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com