________________
શ્રી શત્રુંજય
: ૩૬ :
[ જૈન તીર્થ ભાવનગર સંઘે સંઘવીઓનું બહુ જ સારું સન્માન કર્યું અને રક્ષણ માટે પોતાનું સૈન્ય પણ સાથે આપ્યું. ત્યાંથી નીકળી સંઘ કનાડ પહોંચે. આ વખતે ગારિયા ધારથી પૃથ્વીરાજજી ગોહેલે પિતાના કુંવર ઘણુજીને ત્યાંસુધી મળણું કરવા મોકલ્યા.
સં. ૧૯૩૭માં ગાયકવાડ સરકારના મેદી પ્રેમચંદ લવજી સંઘ લઈને આવ્યા. તેમણે મરુદેવા શિખર ઉપર ટૂંક બંધાવવાનું શરૂ કર્યું અને ૧૮૪૩માં પુન: સંઘ લઈ અવ્યિા ને પ્રતિષ્ઠા કરી.
પાલીતાણાથી ધને શેઠ તથા જેતે બારેટ પણ આવ્યા હતા. આ પ્રસંગ એક વસ્તુ બરાબર સાફ કરે છે કે આ વખતે પાલીતાણા જેના તાબામાં જ હતું. ગાથિાધારથી ગેહેલે પૃથ્વીરાજજી સંઘના સત્કાર માટે પિતાના પુત્રને મોકલે છે, જેનો સાથે સંબંધ વધારે છે અને છેવટે પિતે પાલીતાણા આવીને ત્યાં વસવાટ કરવા લાગે છે.
આ વખતે શત્રય તીર્થ અને પાલીતાણાની કુલ વડવટી સત્તા અમદાવાદના નગરશેઠ વખતચંદના હાથમાં હતી. તેમની હાજરીમાં જ તેમના સુપુત્ર શેઠ હેમાભાઈ વહીવટી કાર્યની દેખરેખ રાખતા હતા. તેઓ બહુ કુશલ, મુત્સદી અને ધર્મપ્રેમી હતા. તેમની દેખરેખમાં શત્રુંજય ગિરિરાજની ઉન્નતિ થતી જતી હતી. નવાં મંદિરે, ધર્મશાળા વધતાં જતાં હતાં. તીર્થરક્ષા માટે તોપગોળા, દારૂખાનું અને બીજાં હથિયાર પણ રહેતાં હતાં.
આ સ્થિતિ જોઈ ગેહલ રાજપુતેને ઘણું આશ્ચર્ય થતું. ચોકી કરવાને પિતાને હકક છે તેના બહાને તેમણે યાત્રિકને કનડવા માંડયા. આ સમયે અંગ્રેજેની નવી સત્તા સૌરાષ્ટ્રમાં આવી રહી હતી. શેઠ હેમાભાઈએ અંગ્રેજ અમલદારેની સાથે રહી દેશી રાજ્યની ખંડણી મુકરર કરાવી આપી. આ વખતે રાજકેટમાં એજન્સીનું મુખ્ય મથક હતું. બીજા રાજ્યની જેમ રાજકેટની પોલીટીકલ આફિસમાં નગરશેઠ હેમાભાઇની શત્રુંજય તીર્થના મૂળ ગરાસિયા તરીકે ખુરશી રહેવા લાગી અને તેમના વકીલ ત્યાં રહી બધું કાર્ય સંભાળતા.
ગેહેલ કાંધાજીના વંશજો શેઠ શાંતિદાસના વારસદારવતી શત્રુંજય તથા પાલીતાણાનું રક્ષણ કરતા હતા. આ વખત સુધી પાલીતાણા પ્રગણાની સઘળી ઉપજ શત્રુંજય તીર્થની રક્ષા માટે જ વપરાતી હતી. (જુઓ બાલ, પિલીટીકલ એજન્ટ ઉપરની અરજી) પરતુ અનુકમે તેમને પણ સત્તા જમાવવાને મેહ લાગ્યો. પાલીતાણા રાજધાનીને એગ્ય સ્થાન હતું અને જૈન સંઘની પૂરી ઓથ હતી. આ પરિસ્થિતિમાં પાલીતાણાની આજુબાજુના પ્રદેશમાં પોતાની સત્તા જમાવવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. ઠાકર પૃથ્વીરાજજીએ તે પાલીતાણાને કાયમનું પોતાના વસવાટનું સ્થાન
૧. લગભગ ઈ. સ. ૧૮૨૦ માં રાજકોટમાં એજન્સીની સ્થાપના થઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com