________________
-
-
--
-
ઇતિહાસ ]
: ૩૨ ઃ
શ્રી શત્રુંજય જેમના વચનથી ગુજરાત આદિ દેશમાં મંદિરે વગેરે બનાવવામાં શ્રાવકેએ અગણિત વ્યય કર્યો. જેમણે ગુજરાત અને માલવ આદિ અનેક સંઘ સાથે શત્રુજયની યાત્રા કરી.
શ્રી વિજયસેનસૂરિજી મહારાજને પરિચય એ જ શિલાલેખમાં નીચે મુજબ આપે છે. “શ્રી હીરવિજયસૂરિની પાટે શ્રી વિજયસેનસૂરિ જયવંતા વતે છે. * * ૪ એમને પણ અકબરશાહે વિનયપૂર્વક લાહેરમાં બોલાવ્યા હતા, કે જ્યાં અનેક વાદીઓ સાથે વાદ કરી તેમણે વિજય મેળવ્યું અને બાદશાહના મનને ખુશ કર્યું. બાદશાહે હીરવિજયસૂરિને પ્રથમ જે જે ફરમાને આપ્યા હતાં તે બધાં વિજયસેનપ્રભાવક ગુરુશિષ્ય ઉ. ભાનચંદ્રજી તથા સિદ્ધિચંદ્રજીને લેખ મો. દ. દેશાઇન પ્રગટ થબેલ છે તે જુઓ.
૧. શ્રી હીરવિજયસૂરિજી મહરાજ સંધ સહિત પાલીતાણે પધાર્યા ત્યારે બીજા ૭ર સંધ સાથે હતા. હજારો સાધુ સાધ્વીઓ અને લાખોની સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ સાથે હતી. ૧૬૫૦માં શત્રુંજયની પ્રતિષ્ઠા કરાવી તે પહેલાં પણ સૂરિજીએ ૧૬૨૦ ગિરિરાજ ઉપર પ્રતિષ્ઠા કરાવી હતી. સૂરિજી મહારાજને જન્મ પાલણપુરમાં ૧૫૮૩માં થયેલ. દીક્ષા ૧૫૯૬માં, પંડિત પદ ૧૬ ૦૭માં, સૂરિપદ ૧૬૧૦માં થયેલ. ૧૬૩૯ માં જે શુ. ૧૩ને દિવસે થએલ બાદશાહ અકબરને માનભર્યું નિમંત્રણને માન આપી ફત્તેહપુર સીકીમાં મળ્યા. મોગલ યુગમાં મોગલ બાદશાહને પ્રતિબંધ આપવાનાં દ્વાર સૂરિજી મહારાજે જ ખેલાં હતાં, સાથે છ મહિના અહિંસા, તીર્થરક્ષા, ગેરક્ષા, છછયારે માફ આદિ મહાન કાર્યો શ્રી હીરવિજયસૂરીશ્વરજી અને તેમના શિષ્ય પ્રશિ
એ જ કરાવ્યાં હતાં. સમ્રા અકબરે સૂરિજી મહારાજના અદ્દભૂત ત્યાગ, તપસ્યા, ઉત્તમ ચારિત્ર અપૂર્વ જ્ઞાનાદિ ગુણોથી આકર્ષાઇ જગદગુરુનું ગૌરવવતું બિરૂદ આપી અદભૂત અને અપૂર્વ માન આપ્યું હતું. સૂરિજી મહારાજના શિષ્યોએ જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ આદિને પણ ઉપદેશ આપે હતો.
૨. શ્રી વિજયસેનસૂરિજીને બાદશાહ અકબરે આપેલ ફરમાન સૂરીશ્વર ને સમ્રાટમાં પ્રગટ થયેલ છે. સૂરીશ્વર અને સમ્રાટમાં શ્રી હીરવિજયજી, શ્રી વિજયસેનસૂરિ, ઉ, ભાનચંદ્ર તથા સિદ્ધિચંદ્ર, વિવેકહર્ષ ગણિ વગેરેનાં સમ્રાટે આપેલા ફરમાનપત્રો પ્રગટ થયાં છે તે તથા આઇને અકબરીમાં સમ્રાટ અકબરના દરબારના વિદ્વાનોનાં નામોમાં પણ શ્રી હીરવિજયરિ, શ્રી વિજયસેનસૂરિ અને ઉ. ભાનુચંદ્રજીનાં જ નામ છે. આ બધું જોતાં શ્રી હીરવિજયસૂરીશ્વરજીએ અને તેમના શિષ્ય પરિવારે મોગલ સમ્રાટ ઉપર જે પ્રભાવ અને જૈન ધર્મની ઊંડી છાપ બેસારી છે અને જૈનશાસનની પ્રભાવનાનાં જે મહાન કાર્યો કરાવ્યાં છે તેવાં મહાન કાર્યો બીજું કઈ કરાવી શકાયું નથી. સાથે જ ગૌવધબંધ, છછાયાવેરે મા, તીર્થોની રક્ષા વગેરે મહાન કાર્યો પણ તેઓ જ કરાવી શકયા છે. બાદશાહ અકબરને અહિંસાનું દિવ્ય અમૃત પાન કરાવી જૈન ધર્મને દઢ અનુરાગ કરવાનું ભાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com