________________
શ્રી શત્રુંજય
- ૩૦:
[ જૈન તીર્થોને આ ચિત્ય સમરાવવા માટે તેજપાલે જે ધન ખર્યું તે જોઈ લેકે તેને કલ્પ વૃક્ષની ઉપમા આપતા હતા. (પં. ૫૮-૬૦) સંવત ૧૬૫૦ માં બહુ ધામધુમથી તેજપાલે શત્રુંજયની યાત્રા કરી અને તે જ વખતે શ્રી હીરવિજયસૂરિવરના પવિત્ર હાથે એ મંદિરની પ્રતિષ્ઠા કરાવી. (પં. ૬૧-૬૨)
આ મંદિરના ઉધ્ધારની સાથે સા. રામજીનું (૧), જસુ ઠકનું ( ૨ ), સા. કુંઅરજીનું (૩) અને મૂલા શેઠનું (૪) એમ બીજ પણ ચાર મંદિરે તૈયાર થયાં હતાં, કે જેમની પ્રતિષ્ઠા પણ એ સૂરિવરે આ જ સમયે કરી. (પં. ૬૨-૬૫)
(પ્રાચીન જૈન લેખ સંગ્રહ, લેખ ૧૨, અવકન પૃ. ૨૭) ઉપર્યુક્ત લેખ મુખ્ય મંદિરના પૂર્વ દ્વારના રંગમંડપમાં નં. ૧ વાળા શિલાલેખની સામી બાજુએ આવેલા સ્થભ ઉપર, આ ન. ૧૨ ને શિલાલેખ આવે છે.
આ લેખમાં પ્રતિષ્ઠાપક આચાર્યનો અને તેજપાલને પણ પરિચય આપેલ છે જે નીચે પ્રમાણે છે.
વિજયદાસૂરિની પાટે પ્રભાવક શ્રી હીરવિજયસૂરિ થયા. તેમને ગુજરાતમાંથી, અકબર બાદશાહે પિતાના મેવાત દેશમાં બોલાવ્યા. સંવત ૧૬૩ભાં અકબરની શજધાની ફતેહપુર(સીકર)માં પહોંચ્યા. બાદશાહ હીરવિજયસૂરિની મુલાકાત લઈ બહુ ખુશી થયે, અને તેમના ઉપદેશથી બધા દેશમાં છ મહિના સુધી જીવદયા પળાવી.૧ મૃત મનુના ધનને ત્યાગ કર્યો, જીજીઆરે બંધ કર, પાંજરામાં પૂરી રાખેલા પક્ષીઓને ઉડાડી મૂક્યા, શત્રુજ્ય પર્વત જેનેને સ્વાધીન કર્યો, તેમજ પોતાની પાસે જે માટે પુસ્તકભંડાર હતો તે પણ સૂરિજીને સમર્પણ કર્યો.
(પ. ૧૨ થી ૨૧)
X
૧. જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજ અને તેમના શિષ્ય પરિવારના ઉપદેશથી સમ્રાટ અકબરે અહિંસાનાં જે ફરમાને આદિ આપ્યાં છે તે સૂરીશ્વર ને સમ્રાટ
મના ગ્રંથમાં પ્રકાશિત છે. જુઓ સૂરીશ્વર ને સમ્રાટ, તથા વૈરાટના લેખમાં પણ ૧૦૬ દિવસે અહિંસાના પળાવ્યાનો ઉલ્લેખ છે. જુઓ જૈન સત્ય પ્રકાશ, વર્ષ ૪.
૨. શત્રુંજય પર્વત આદિની રક્ષાના ફરમાને ઉ. ભાનુચંદ્રને મળ્યા હતા અને તે તેમણે શ્રી હીરવિજયસૂરિજીને મોકલ્યા હતા. કહે છે કે આ ફરમાન પ્રાપ્ત કરતાં ઉપાધ્યાયજીને ઘણી મહેનત પડી હતી. કેટલાકે વિરોધ કર્યો હતો, ઊંધું-ચતું પણ કર્યું હતું છતાં કેાઈનું કાંઈ જ ચાલ્યું ન હતું અને ઉપાધ્યાયજીને જ શત્રુંજયના કર માફનું તથા રક્ષાનું, શત્રુંજય તીર્થ અર્પણનું ફરમાન મળ્યું હતું અને એ જ ફરમાન સમ્રાટુ જહાંગીરે પુનઃ તાજું કરી આપ્યું હતું. તે ફરમાન સૂરીશ્વર ને સમ્રાટમાં છપાયેલ છે. તથા ફરમાન–પ્રાપ્તિ કેવી રીતે કરી તે માટે શ્રી વિજયાનંદસરિ શતાબ્દિ સ્મારક અંકમાં શાસન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com