________________
શ્રી શત્રુંજય
: ૨૪ :
[ જૈન તીર્થોમ સમરાશાહને પંદરમે ઉદ્ધાર–
આપણે ચૌદમા ઉધ્યારથી લઈને પંદરમા ઉધ્ધાર પહેલાંની શ્રી શત્રુંજય ગિરિ રાજની જાહોજલાલીને ગૌરવભર્યો ઈતિહાસ જોઈ ગયા. તેરમા ઉધ્ધાર અને પંદરમા ઉધ્ધારની વચમાં ૩૮૪૦૦૦૧ સંઘ શત્રુંજયની યાત્રાએ યાત્રા કરવા આવ્યા હતા.
સિધ્ધગિરિની મહત્તા, પૂજ્યતા, પ્રતાપ અને વૈભવની યશગાથા હિન્દના ખૂણે ખૂણામાં ફેલાઈ હતી. જગડુશાહ, વસ્તુપાલ અને પેથડશાહનાં ભવ્ય મંદિરોની
ખ્યાતિ પણ ખૂબ પ્રસરી હતી. તેવામાં ગુજરાત ઉપર અલાઉદ્દીન ખુનીની રાહ દષ્ટિ પડી. સં. ૧૩૬૦માં તેણે ગુજરાત છવું. અલપખાનને ગુજરાતને સૂબો ની અને તેણે વારંવાર સૌરાષ્ટ્ર ઉપર પણ હુમલા કરવા માંડ્યા. સં. ૧૩૬૮-૬૯ માં શત્રુંજય ઉપર તેણે હમલે કર્યો અને ત્યાંના મૂલ જિનબિંબને ખંડિત કર્યું. ત્યાંના ઘણાં મંદિર અને મૂર્તિઓ પણ તેડી. આ સમાચાર સમરાશાહને મળ્યા. તેમને આ સાંભળી ઘણું દુખ થયું. વસ્તુપાલની ભાવિ આશંકા સાચી પડી. કહ્યું છે કે સપુરુષોની શંકા કદી પણ મિથ્યા થતી નથી. અને વસ્તુપાલના મૃત્યુ પછી ૭૦ વર્ષ બાદ મૂલનાયકની એ ભવ્ય મૂર્તિને કઠછેદ મુસલમાએ કર્યો.
સમરાશાહ મૂલ પાટણના નિવાસી હતા. બાદશાહ અલ્લાઉદ્દીન સાથે તેમને સીધો સંબંધ હતા. બાદશાહની રજા લઈને સમરાશાહ પાલીતાણે આવ્યા અને સસલમાનેએ ગિરિરાજ ઉપર જે તેડફોડ કરી હતી તે બધું ઠીક કરાવ્યું. મૂલ
૧. શત્રુંજય પ્રકાશ પુસ્તકમાં લખ્યું છે કે મુસલમાનોના હુમલાના ડરથી ભાવિક શ્રાવકાએ શત્રુંજય ગિરિરાજના પાછલા રસ્તેથી જિનેશ્વર દેવની ઘણી પ્રતિમાઓ ઉતારી ગંદાળા ગઢને રસ્તે પીરમબેટમાં મોકલી દીધી. જ્યારે ઉપદેશતરંગિણ, વિવિધ તીર્થકલ્પ,
જયપ્રબંધ, શત્રુંજયક૯પ વગેરેમાં લખ્યું છે કે મૂલબિંબ અને મૂલમંદિરને મુસલમાએ ભંગ કર્યો. આ ઉપરથી એમ અનુમાન થઈ શકે છે કે બીજાં મંદિરની મતિઓ નીચે લઈ જઈ શકાઈ હશે, જયારે મૂલબિંબ નહિં લઈ જઈ શકાયું હોય. પીરમબેટમાંથી ખોદકામ કરતાં ઘણી જિનભૂતિ ઓ નીકળેલ છે.
૨. સમરાશાહ અલ્લાઉદ્દીનનો તીકંગ દેશને સૂબેદાર હતું. બાદશાહ સમરાશાહની બહિ ઉપર ફિદા હો જેથી ઘણીવાર તેને દીલ્હી રોકી રાખો. જ્યારે સમરાશાહને રાજયના મંદિરભંગના સમાચાર મળ્યા ત્યારે તેણે બાદશાહને કહ્યું કે “આપના સને અમારી હજ તોડી નાંખી છે.' પછી બાદશાહે બધું વૃત્તાંત જાણ સમરાશાહના પ્રેમ અને આમથી સમરાશાહની ઈચ્છા મુજબ શત્રુંજયાધારમાં પૂરી મદદઆપી હતી. (શ...૮૩) વિવિધતીથ કલ્પમાં શ્રી જિનપ્રભસૂરિ લખે છે કે
શ્રી વાસ્થાન(૧૨૬૨)સંભે વિક્રમવારે जावडिस्थापितं बिम्बं म्लेच्छर्भग्न कलेवशात् ॥१९॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com