________________
ઇતિહાસ ]
: ૨૩ :
શ્રી શત્રુંજય શ્રી પરમદેવસૂરિના તેઓ પરમ ભક્ત હતા અને સૂરિજી મહારાજના ઉપદેશથી જ આ ધર્મકાર્યો કર્યા હતાં.
જગડુશાહ પછી ધર્મવીર સાધુપુરુષ પેથડશાહને સમય આવે છે. માંડવગઢના આ દાનવીર પુરુષે આચાર્યશ્રી ધર્મઘોષસૂરિના ઉપદેશથી અનેક ધાર્મિક કાર્યો કયાં છેસં. ૧૩૨૦ લગભગ શ્રી ધર્મઘોષસૂરિજીની અધ્યક્ષતા નીચે સિદ્ધાચલ
ને મહાન સંઘ કાઢયો. સિધ્ધગિરિ ઉપર “સિધકટાકેટી'ના નામે ઓળખાતું શ્રી શાન્તિનાથજીનું બહેતર દંડ કલશયુકત ભવ્ય જિનાલય બંધાવ્યું તેમજ તેમની સાથે આવેલા ધનાઢય ગૃહસ્થાએ પણ ત્યાં મંદિર બંધાવ્યાં. સંઘ સહિત આવતાં રસ્તામાં ધોળકામાં ભવ્ય મંદિર બંધાવ્યું, તેમજ ગિરનારજી, જુનાગઢ, વંથળી, પ્રભાસપાટણ આદિ સ્થલેએ પણ તેમણે મદિર બંધાવ્યાં છે.'
આ ઉપરાંત મારવાડમાંથી આભૂમંત્રીને સંધ, તથા ખંભાતથી નાગરાજ સેનીને સંઘ મેટા આડંબરથી સિધ્ધાચલજીની યાત્રાએ આવેલ છે અને તેમણે લાખ રૂપિયા ખર્ચી ભવ્ય જિનમંદિરો બંધાવેલ છે.
૧. પેથડશાહ તેઓ માંડવગઢના મંત્રી હતા. તેમણે તપગચ્છના મહાપ્રતાપી આચાર્યશ્રી દેવેંદ્રસૂરીશ્વરજીના શિષ્યશ્રી ધમ ઘોષસૂરીશ્વરજીના ઉપદેશથી ૮૪ ભવ્ય જિનાલો બંધાવ્યાં જેમાંનાં ઘણું જિનમંદિરોના સ્થાનોનાં નામ શ્રી મુનિસુંદરસૂરીશ્વરવિરચિત ગુર્નાવલી ૫, ૧૯ અને ૨૦માં આપેલાં છે. તેમજ તેમણે સાત જ્ઞાનમંદિર કરાવ્યાં છે. મહાપાધ્યાયશ્રી ધર્મસાગરજી તપાગચ્છપટ્ટાવલીમાં લખે છે કે" श्रीशत्रुजये च एकविंशतिघटीप्रमाणसुर्वणव्ययेन रैमयः श्री ऋषभदेवप्रासादः कारितः ॥ केचिच्च तत्र षट्पंचाशत् सुवर्णघटीव्ययेनेंद्रमालायां(ला यो) परिहितवानिति वदति ॥"
(પદાવલી સમુચ્ચય, પૃ. ૬૦), બત્રીશ વર્ષની નાની ઉમ્મરે મંત્રીશ્વરે આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું હતું. તેમના પુત્ર ઝાંઝણકુમારે શત્રુંજય અને ગિરનારજી ઉપર સુવર્ણ અને ચાંદીના હવજ ચઢાવ્યા હતા. (પદાવલી સમુચ્ચય, પૃ. ૬૦)
મંત્રીશ્વર પિથડે માંડવગઢમાં શ્રી ધર્મષસૂરિજી મહારાજના પ્રવેશોત્સવમાં બહેતર હજાર (૩૬ ને ઉલ્લેખ પણ છે) જીર્ણટંક ખર્યા હતા. આ સિવાય અનેક દાનશાલાઓ, વાવ, કુવા, પરબ, જ્ઞાનમંદિરો કરાવ્યાં હતાં. જુઓ સુકૃતસંકીર્તન.
પેથડશાહનાં આવાં અનેક ધાર્મિક કૃત્યે જોઈ શ્રી જિનપ્રભસૂરિજીએ વસ્તુપાલની સાથે પેથડને સંભારીને કહ્યું કે-તેમણે બનાવેલાં ધમકૃત્યોની પ્રશંસા કરવા કોઈ સમર્થ નથી, અર્થાત તેમણે ઘણું ધર્મસ્થાને બનાવી જિનશાસનની અપૂર્વ શોભા વધારી છે.
શ્રી ધર્મષસૂરિજી જૈનશાસનના મહાપ્રભાવિક આચાર્ય થયા છે. તેઓ તપગચ્છમાં ૪૬મા પટધર છે. વિશેષ માટે જુઓ ગુર્નાવલી, પટ્ટાવલી સમુચ્ચય વગેરે ગ્રંથે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com