________________
શ્રી શત્રુંજય
: ૨૨ :
[ જૈન તીર્થોને શાહ સાથે મિત્રી બાંધી ગુજરાતનું અને હિન્દુઓ તથા જેનેનાં ધર્મસ્થાનકે ન તેડવાનું વચન લીધું હતું. અનુક્રમે ૧૨૯૮માં મંત્રીશ્વર સ્વર્ગવાસી થયા.'
મંત્રીશ્વરે આબુ, ગિરનાર અને શત્રુંજયાદિ તીર્થમાં ભવ્ય જિનમંદિર બંધાવ્યાં છે. આ ત્રણ તીર્થસ્થાને પર મંદિર બંધાવવામાં ૪૪ કરોડ અને ૩૬ લાખ રૂપિયાને તેમણે વ્યય કર્યો હતે. એમનાં આ ધર્મકાર્યો જોઈને જ વસ્તુપાલન અને પિથડમંત્રીને સંભારતાં શ્રી જિનપ્રભસૂરિજી ઉચિત જ કહે છે કે
વસ્તુપાઈનો વઘાહિતર જા.
वक्ता पारं न यात्यत्र, धर्मस्थानानि कीर्तयन् ।। વસ્તુપાલ પછી મહાદાનેશ્વર જગડુશાહ૩ સં. ૧૩૧૬ લગભગ કચ્છ ભદ્રેશ્વરથી મહાન સંઘ લઈને સિદ્ધાચલજી આવેલ તેમણે સાત દેવકુલિકાઓ કરાવી છે. આચાર્ય
१. दिग्नन्दामितेषु विक्रमनृपात्संवत्सरेषु १२९८ प्रया
तेषु स्वर्गमवाप वीरधवलामात्यः शुभध्यानत:। बिम्ब मौलमथा भवद्विधिवशाव्यमय सुभद्राचले, द्वैः स्तोकैगीलतैः कदापि न मृषा शङ्को सतां प्रायशः ॥ ६२ ॥
(શવું જોહાર પ્રબંધ, પૃ. ૭) ૨. B. પ્રતમાં પથરા' છે
૩, જગડુશાહઃ તેમનું મૂળ વતન કંથકેટ હતું. તેમના પિતા વ્યાપાર અર્થે ભદ્રેશ્વર આવીને વસેલા. જગડુશાહની ખ્યાતિ મહાન દાનેશ્વરી તરીકે છે. તેમણે સં. ૧૩૧૨, ૧૩, ૧૪, ૧૫,માં ભારતમાં પડેલા દુષ્કાળ સમયે લાખો મણ અનાજ ભેટ આપી જગતના પાલનહારનું બિરુદ મેળવ્યું હતું. આ દુષ્કાળમાં દિલ્હીના બાદશાહ મૌજુદ્દીન, સિંધના રાજા હમીર, ગુર્જરેશ્વર વિશલદેવ, કાશીના રાજા પ્રતાપસિંહ, ઉજૈનીના રાજા મદનવર્મા વગેરે બાર રાજ્યોને તેમણે અનાજનું દાન કર્યું હતું. જગડુને નિમિત્ત ગુરુ પાસેથી દુષ્કાળના ખબર પડી ગયા હતા જેથી તેણે લાખો મુંડા અનાજ સંગ્રહ્યું હતું, જે ખરા સમયે કામ આવ્યું.
જગડુશાહે થરપારકરના રાણું પીઠદેવની સામે થઈ જે કિલો તેણે તોડ્યો હતો તે ભદ્રેશ્વરને કિલ્લો નવો બંધાવ્યો હતો. શત્રુંજયની યાત્રાએ જતાં વઢવાણ શહેરમાં અષ્ટાપદજીનું જિનાલય બંધાવવાની વ્યવસ્થા કરી હતી, તેમજ શત્રુંજયના શિખર સમાન ઢંકગિરિ ઉપર ભવ્ય જિનમંદિર બંધાવ્યું હતું. ગુજરાત-કાઠિયાવાડમાં બીજે પણ ઘણે સ્થલે તેમણે મંદિર બંધાવ્યાં છે. આ સિવાય કૂવા, વાવ, પર, ધર્મશાળાઓ, દાનશાળાઓ, જ્ઞાનમંદિર અને જ્ઞાનશાલાઓ પણ ખૂબ બંધાવી હતી. વિક્રમની ચૌદમી સદીમાં આ દાનવીર થયા છે. વિશેષ માટે જુઓ જગડુચરિત્ર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com