SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] : ૫૬૫: પાર્શ્વનાથકલ્પ ચપલ લહરીરૂપ હાથવડે કરીને નગરીની સાથે શ્રેષ્ઠ મંદિર યુક્ત નીરની અંદર લવાયા (૩૨) તે વખતે ત્યાં નાગરમણીઓ સાથે રમવાને માટે આવેલા તત નાગેન્દ્રવર્ડ કરીને પાપને હણનારી આ પ્રભુ પ્રતિમા દેખાઈ (૩૩) તે પછી (નાગે) ઉલ્લાસપૂર્વક અને નાગરમણીઓનાં સુંદર નાટારંભ યુક્ત મેટા મહો. ત્સવ પૂર્વક એંશી હજાર વર્ષ સુધી પૂજી (૩૪) તે અવસરે પશ્ચિમ દિશાના અધિપતિ શ્રેષ્ઠ વરૂણ દેવે સમુદ્રને જોતાં તક્ષતવડે પૂજાયેલા ત્રિભુવનસ્વામી શ્રી પાશ્વનાથ( પ્રતિમા ને જોયા (૩૫) આ તે જ જગતના પ્રભુ છે જે પૂર્વે સુરનાથવડે પુજાયા હતા માટે હાલમાં મને પણ સ્વામીના ચરણકમળનું શરણું યેગ્ય છે (૩૬) પરિપૂર્ણ ચિંતિત અર્થને (મનવાંછિત) ફળની પ્રાર્થના કરીને નિરંતર જિનેશ્વરને પૂજવા લાગ્યો. આમ ચાર હજાર વર્ષ થયા તે સમયે (૩૭) આ ભરત ક્ષેત્રમાં લેકેના તિલક સમાન શ્રી વર્ધમાન જિનેશ્વરરૂપી પાણીના પ્રવાહવડે કરીને ભવ્ય જીવરૂપ ધાન્યને સિંચતા હતા (૩૮) કાંતિની કળાવડે કલુષિત કર્યા છે સરપુરરૂપી કમળ જેણીએ એવી કાંતિનગરીમાં શુભ છે સમુદાય જેને એવા ધનેશર નામને સાર્થવાહ રહેતા હતા ( ૩ ) તે શેકીએ એક વખત વહાણની મુસાફરી કરવા નીકળે અને વહાણને ચલાવનાર નાવિક યુકત સિંહલદીપમાં પહોંચે ( ૪૦ ) ત્યાં કરીયાણાના સમૂહને ગ્રહણ કરીને વેગવડે પાછાં આવતાં તેનું વહાણ એકદમ સમુદ્રા મધ્ય ભાગમાં થંભી ગયું ( ૪૧ ) જેટલામાં ઉદાસીન થએલે તે વિચાર કરે છે તેટલામાં શાસનદેવી પદ્માવતી પ્રગટ થઈને બેલી-હે વત્સ ! તું બી નહિ, (મારૂં ) વચન સાંભળ (૪૨) હે ભદ્ર! જગતમાં અજ્ઞાન અને અભિમાનનું મર્દન કરનાર અને વરુણ દેવતાવડે કરાય છે મહિમા જેને એવા પાર્વતિન અહીં સમુદ્રના તળીએ રહેલા છે તેને તું સ્વસ્થાનમાં લઈ જા ( ૪૩ ) હે દેવી! સમુદ્રના તળીયાથી જિનેશ્વરને ગ્રહણ કરવામાં મારી શક્તિ કયાંથી હોય ? આ પ્રમાણે ધનેશે કહ્યું ત્યારે શાસન દેવી બેલી ( ૪૪ ) હે શ્રાવક ! મારી પાછળ આવીને પ્રવેશ કર, અને કાચા સુતરના તાંતણુવડે પ્રભુને કાઢ અને વહાણમાં બેસાડીને તારી નગરીમાં સ્વસ્થ થઈને લઈ જા ( ૫ ) હવે ઉત્પન્ન થએલી હર્ષની પ્રવૃષ્ટતાથી વિકસ્વર છે રોમરાય જેનાં અને મહાસત્વશાળી એવા તેણે (સાથે. વાહે ) ત્રણ લેકનાં નાથને ગ્રહણ કરવાને માટે (દેવીનાં કહ્યા પ્રમાણે )સર્વ કર્યું ( ૪૬ ) અને ક્ષણવારમાં પોતાના સ્થાનમાં આવ્યા અને સમીપમાં તંબુઓ ઠેકાવીને જ્યાં રહ્યો છે ત્યાં તે મનુષ્યો સન્મુખ આવ્યા ( ૪૭ ) સૌભાગ્યવતી નારીઓનાં ધવલમંગલવડે અને ગંધર્વનાં ગીત વાજિંત્રના શબ્દવડે કરીને દિશાઓને બેરી કરતાં અને દાનને આપતાં નાથને પ્રવેશ કરાવ્યો (૪૮) અને કાંતિ નગરી માં ચંદીની જેમ સ્વછ કાંતિવળે પ્રાસાદ કરાવીને ત્રિભુવનનાયકને બિરાજમાન કર્યા અને ભકિતથી હંમેશાં પૂજવા લાગ્યા. હવે ધનેશર મૃત્યુ પામે છતાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy