SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્શ્વનાથકલ્પ : ૫૬૪ : [ જૈન તીર્થોનો સિધ થયા. (૧૨) ધર્મ ઈ તે પ્રતિમાના મહામ્યને અવધિજ્ઞાનવડે જાણીને દિવ્ય મટી વિભૂતીવડે કરીને ત્યાં જ રહેલી તે પ્રતિમાને પૂજવા લાગ્યા (૧૩) એમ કાળ વ્યતીત થયો અને કેકેયીના વચનથી રામ વનવાસ પામ્યા, (તે વખતે) રાઘવને અને કેને પ્રભાવ દેખાડવાને માટે ઈન્દ્રના વચનથી (૧૪) રનજડિત વિદ્યાધર યુક્ત બે દેએ દંડકારણ્યમાં અશ્વ સહિત રથ અને પ્રતિમાજી રામચંદ્રને આપ્યાં (૧૫) રામચંદ્રજીએ ભક્તિભર્યા ભાવે સીતાથી લાવેલા કુસુમેવડે કરીને તે પ્રતિમાને સાત માસ અને નવ દિવસ સુધી પૂજી (૧૬) ઉલ્લંઘન ન કરી શકાય એવા પ્રબલ કમંથી ઉત્પન્ન થએલ દુઃખ રામને આવેલું જાણીને દેવો તે પ્રતિમાને ફરીથી તે [ પ્રતિમા પૂર્વે જ્યાંથી લાવ્યા હતા ત્યાં ] સ્થાનકમાં લઈ ગયા (૧૭) અને ફરીથી પણ શક્ર (એ પ્રતિમાને) દિવ્ય ભેગો અને ઉચ્ચ ભક્તિ પૂજવા લાગ્યા. આ પ્રમાણે સંપૂર્ણ અગિયાર લાખ વર્ષ સુધી પૂજી, (૧૮) તે કાળમાં યદુ વંશમાં બળદેવ, કૃષ્ણ અને જિનનાથ ઉત્પન્ન થયા અને યૌવન વયને પામ્યા, કુષ્ણુ રાજ્યને પામ્યા (૧૯) જરાસંધ સાથેની લડાઈમાં પોતાનું સૈન્ય ઉપસર્ગ યુક્ત થયું ત્યારે ઉપસર્ગની શાંતિના ઉપાય માટે કૃષ્ણ મહારાજે નેમિનાથને પૂછયું (૨૦) તે પછી ભગવાને કહ્યું કે- પુરૂષોત્તમ, મારા સિદ્ધિગમન પછી ગ્યાસી હજાર સાતશે ને પચાસ વરસે (૨૧) વિવિધ અધિષ્ઠાયકવડે નમાયેલાં છે. ચરણકમળ જેનાં એવા શ્રી પાર્શ્વનાથ અરિહંત થશે, જે પાશ્વનાથની પ્રતિમાનાં હવણ જળનું સિંચન કરવાથી લોકમાં ઉપદ્રવની શાંતિ થશે (રર) હે રવામી! હાલમાં તે જિણુંદની પ્રતિમાં કયાં રહેલી છે. આ પ્રમાણે વાસુદેવવડે પુછાયું ત્યારે નેમિનાથે કહ્યું કે તે પ્રતિમા ઈન્દ્રથી પુજાય છે. (ર૩) અહીં જિનેશ્વર અને કૃષ્ણ મહારાજના મને ગત ભાવ જાણીને ઇંદ્ર માતલી નામના સારથી સહિત રથ અને પ્રતિમાને આપી (૨૪) આથી મુરારી ખુશી થયા અને કપુર વગેરેના રસવડે હુવર્ણ કરીને સુગંધીથી પરિપૂર્ણ અને નિર્મળ બાવનાચંદન અને શ્રેષ્ઠ પુછ્યુંવડે કરીને પ્રતિમાને પૂજી (૨૫) પછી ઘેરાયેલું સન્ય રવામીનાં હવણ જળવડે કરીને છંટાયું. ઉપસર્ગો ફર થયા જેમ ભેગીના ચિત્તથી વિષયરૂપ ઉપદ્ર દ્વારા થાય છે તેમ (૨૬) પ્રતિવાસુદેવ બહુ દુ:ખની ખાણ સમું મૃત્યુ પામ્યા ત્યારે યાદવ રાજાના બળવાન સિન્યમાં જયજયનાદ થ (૨૭) તે જ વિજય સ્થાનમાં શ્રી જિનેશ્વરના આદેશથી પાર્શ્વ પ્રભુનું નવીન બિબ ભરાવ્યું અને શંખપુર નામનું નવીન શહેર વસાવ્યું અને તે નગરમાં નવીન પાર્શ્વ પ્રભુનું બિંબ સ્થાપન કરીને (૨૮) આ પ્રતિમાને (ઇન્ડે આપેલી પાર્થ પ્રભુની પ્રતિમાને) સાથે લઈને ગયેલા કૃષ્ણ વાસુદેવને રાજાઓએ વાસુદેવપણને મોટે ઉત્સવ કર્યો (૨૯) ત્યારબાદ કૃષ્ણ વાસુદેવે મણિ, કંચન અને રત્નજડિત પાસાદમાં સ્થાપન કરીને આ પ્રતિમા સાત સો વરસ સુધી પૂછ (૩૦) દેવતાવડે યાદવની જા તને અને દ્વારિકાનો નાશ થયો ત્યારે સ્વામીજીના પ્રભાવવા દેવાલને અગ્નિ લાગે નહિ (૩૧) તે વખતે સમુદ્રવડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy