________________
શ્રી શત્રુંજય
: ૨૦ :
[ જૈન તીર્થાના
ગયા. પ્રથમ સિધ્ધાચલજીની યાત્રા કરી. તે સમયે મૂલનાયકજીનુ મંદિર લાકડાનું હતું. મત્રીજી ચત્યવંદન કરતા હતા તેવામાં એક ઉદ્રા દીવાની વાટ લઈને દરમાં પેસી ગયા. મત્રીશ્વરે જોયું કે આમ અકસ્માતથી મંદિરજીને આગ લાગવાના માટા ભય છે. હું યુધ્ધમાંથી જીતી પાછા આવીને આ મંદિરજીના જીર્ણોધ્ધાર કરાવીશ. બાદ મંત્રીજી યુધ્ધમાં ગયા અને વિજય પામ્યા પરન્તુ તરતજ ત્યાં જ તેમનું મૃત્યુ થયું. મૃત્યુ સમયે શત્રુ ંજય ઉધ્ધારની પેાતાની ભાવના પૂરી કરવાનુ પેાતાના પુત્રાને કહેવરાવ્યું. આ સમાચાર પુત્રાને મળ્યા પછી ખાહડ મત્રીશ્વરે આ જાધાર કરાવ્યા. ૧૨૧૧ પહેલાં ખાતમુહૂર્ત કરાવ્યું. ૧૨૧૧ માં મંદિરજી તૈયાર થયું, પરન્તુ હવાના જોરથી તે ખડિત થઈ ગયું. આ ખીનાના માંહડને સમાચાર મળવાથી જાતે ત્યાં જઇ પુનઃ કામ કરાવ્યું. મદિરની પ્રદક્ષિણા ન મનાવવામાં આવે તે મંદિર બનાવનારને સંતતિ નથી થતી આવે . શિલ્પશાસ્ત્રના નિયમ છે. મંત્રીને જ્યારે આ વસ્તુ કહેવામાં આવી ત્યારે તેમણે કહ્યુ કે એની ચિન્તા નહિ; મંદિર મજબૂત ખનાવે. છેવટે ૧૨૧૩માં ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. ત્યારપછી તલાટીમાં મહારાજા કુમારપાલના પિતાના સ્મરણાર્થે ત્રિભુવનપાલવિહાર બંધાવી શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજના હાથથી પ્રતિષ્ઠા કરાવી
ત્યાંથી ગિરનાર ગયા અને મંત્રીશ્વરે ત્યાં પણ એક ભવ્ય મદિર બંધાવ્યું. પહાડ ઉપર પેાતાનાં પિતાની ઇચ્છાનુસાર પાજ બંધાવી, જેમાં ૬૩ લાખ રૂપિયાના ખર્ચ થયા. કુમારપાલના રાસમાં લખ્યુ છે કે એ કરાડ સત્તાવન લાખના ખર્ચ થયા.
મંત્રીશ્વર માહડ પાટણ ગયા પછી મહારાજા કુમારપાલ શ્રી હેમચદ્રાચાર્ય જી મહારાજના ઉપદેશથી એક મહાન્ સંઘ લઇ સિધ્ધાચલજી ગયા. મહાન્ સમૃધ્ધિ સહિત કુમારપાળ રાજા પાલીતાણે આવ્યા. ત્યાં તલાટીમાં પેાતાના પિતાના નામથી અધાયેલ મન્દિર જોઇ, દર્શન કરી રાજા ઘણા પ્રસન્ન થયા. ખીજે દિવસે ગિરિરાજ ઉપર ચઢતાં હી‘ગળાજના હુડા ઉપરના સીધેા ચઢાવ જોઇ તેની નીચે કુડ બંધાવવાના હુકમ કર્યાં, જે કુંડ અત્યારે પણ વિદ્યમાન છે. ઉપર જઈ બધે દર્શન કરી કુમારપાળ ઘણા જ પ્રસન્ન થયા. ગિરિરાજ ઉપર કુમારવિહાર મદિર અધાવવાની વ્યવસ્થા કરી. આ મદિર અત્યારે પણ વિદ્યમાન છે, રાજાએ તીની રક્ષા માટે ચાવીશ ગામ ચાવીશ બગીચા ઇનામ આપી તીર્થભક્તિ કરી. ત્યાંથી સંઘ સહિત ગિરનાર તરફ ગયા. આવી રીતે આ ચૌદમા મહાન ઉધ્ધાર મહારાજા કુમારપાલના સમયમાં મંત્રીશ્વર બાહુડે તેરમી સદીમાં કરાવ્યા.
મંત્રીશ્વર માહડના ઉધ્ધાર પછી ગુર્જરેશ્વર વીરધવલના મહામાત્ય વસ્તુપાલ તેજપાલ શત્રુંજયની યાત્રા કરવા મેાટા મોટા સંઘ લઇને ચૌદ વાર (૧૨૫) આવ્યા છે અને શત્રુ ંજય ઉપર અનેક નવીન ધર્માંસ્થાના-મદિરા વગેરે કરાવી તીર્થને
૧. શ્રી ચારિત્રસુંદરજી કુમારપાલ ચરિત્રમાં લખે છે કે ગિરનાર ઉપર કુમારપાલ રાજાએ પગથિયાં બધાવ્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com