________________
અહિચ્છત્રા
: ૫૫૦ :
[ જૈન તીર્થોના
ના ચર્ટૂનવાળા રાજા સંપ્રતિના સિક્કાએ ખાસ લક્ષ્ય ખેંચે તેવા છે. પુરાતત્ત્વવિભાગ તરફથી ખેાદાણકામ થાય તે જૈન ધર્મની પ્રાચીનતાનાં ઘણાં અવશેષ મળી આવે તેમ છે. વિવિધ તી'કલ્પમાં શ્રી જિનપ્રભસૂરિજીએ અહિચ્છત્રાકલ્પ આપ્યા છે જેને સંક્ષિપ્ત સાર નીચે મુજખ છે.
આ જ ંબૂદ્બીપના ભરતખંડના મધ્યભાગમાં કુરૂ જંગલમાં રિધ્ધિસિધ્ધિથી પ←િ પૂણ' શ’ખાવતી નામની નગરી હતી. ત્યાં ભગવાન્ પાર્શ્વનાથજી છદ્મસ્થાવસ્થામાં વિહાર કરતા પધાર્યાં અને કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ત્યાં પૂર્વભવના વેરી અને હાલમાં મેઘમાદી બનેલા કમઠાસુરે ઉપસર્ગ કર્યા અને ખૂબ પાણી વરસાળ્યુ. આખી પૃથ્વી જલમગ્ન થઈ ગઈ. ભગવાનના કંઠે સુધી જલ આવ્યું. આ વખતે ધરણેન્દ્ર નાગરાજ કે જેમને પૂર્વ કમઠના પંચાગ્નિ યજ્ઞના કાષ્ઠમાંથી બહાર કઢાવી પાર્શ્વકુમારે નવકાર મંત્ર સંભળાવ્યા હતા. તે ધરણેન્દ્રે અવધિજ્ઞાનથી .નીચેના પ્રસંગ જાણી પત્ની સહિત ત્યાં આવી પોતે કુંડલીરૂપ બની પ્રભુને, મણિરત્નમય સહસ્ર ફણાથી ઉપર છત્ર બનાવ્યું અને ઉપસર્ગ નિવાર્યાં. ખાદ ત્યાં અહિચ્છત્રા નગરી વસાવી અને સાપ જ્યાં જ્યાં ગયા તેવા આકારના કિલ્લે બનાવ્યે જે અત્યારે પણ તેવા જ દેખાય છે. ત્યાં શ્રી સ ંઘે પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્ય કરાવ્યુ. ચૈત્યની પૂર્વ દિશામાં સુદર મીઠા જલના સાત કુંડ છે તેમાં વિધિપૂર્વક સ્નાન કરવાથી જેમના પુત્ર જન્મતાં જ મૃત્યુ પામતા હોય તેમના પુત્ર જીવે છે. ધાતુવાદીએ તેમાં સિદ્ધએ જુએ છે. તે લેવા ઘણા મિથ્યાતીએએ પ્રયત્ન કર્યાં પશુ બધા નિષ્ફળ ગયા. આ નગરીમાં વાવે। અને ફૂવા મળી કુલ સવા લાખ છે. ભગવાન્ના હૅવણુ કરાવનારને કમઠ આજે પણ ઉપસ કરે છે. મૂલ ચૈત્યની નજીકમાં સિધ્ધક્ષેત્રમાં ધરણે દ્ર પદ્માવતીથી સેવિત પાર્શ્વનાથ ભગવાનનુ' ચૈત્ય છે. કિલ્લાની નજીકમાં શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ સહિત સિદ્ધયુદ્ધથી યુક્ત હાથમાં આંબાની લુબવાળી અને સિંહવાહુના અંબિકા દેવીનો મૂર્તિ છે.
ચંદ્રના કિરણા સમાન ઉજ્જવલ જલાળી ઉત્તરા નામની વાવ છે, તેમાં સ્નાન કરવાથી કેહીયાએના કાઢ રાગ જાય છે. ધન્વંતરી કૂવામાંથી પીળી માટીમાંથી ગુરુવચનથી સુવર્ણ નીપજે છે. બ્રહ્મકુ ડમાં સ્નાન કરવાથી મનુષ્યેાના બધા રોગ જાય છે. અને કિન્નર જેવું સુંદર સ્વરૂપ થાય છે ત્યાં ઉપવનમાં બધાં વૃક્ષે ચંદનનાં થાય છે. આ સિવાય અનેક પ્રકારની ઔષધિએ પણ ત્યાં થાય છે. અજૈનેાનાં પણ ત્યાં તીર્થા છે, પ્રસિદ્ધ કૃષિની જન્મભૂમિ છે. પાર્શ્વનાથ ભગવાનના ચરણક્રમલથી પૂનિત અતિશયથી પરિપૂર્ણ આ પ્રાચીન તીર્થ છે. પ્રભુજીના સ્મરણુ માત્રથી ભવકેાના રોગ, રોગ, ભય નાશ પામી જાય છે. શ્રી જિનપ્રભસૂરિજીના સમયે આ તીથ'ની ઉપર્યુક્ત સ્થિતિ હતી.
અહિચ્છત્રા નગરી માટે આવશ્યકનિયુક્તિમાં નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com