SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ | * ૫૦ : અહિચ્છત્રા તે વખતે તેની પૂર્વ ભવની અણમાનીતી રી વ્યંતરી થઈ હતી તે જે બાજુ ગુરુ બેસે તે બાજુ ડુબાડવા લાગી. વચ્ચે બેસતાં આખી ટેડી ડુબવા લાગી તેથી હોડીમાં બેઠેલા લેકેએ આ ચર્ચને પાણીમાં ફેંકી દીધા. પેલી વ્યંતરીએ ક્રોધના આવેશમાં આવીને આચાર્યને પાણીમાં જ શૂળી ઉપર પવી ઊંચા કર્યા. આચાર્ય પિતાના શરીરને થતી પીડા તરફ જરા પણ ધ્યાન ન આપતાં પિતાના શરીરમાંથી ઝરતા રૂધિરથી થતી પાણીના જીવોની વિરાધના હિંસા માટે પરત કરવા લ ગ્યા. શુભ ભાવના ભાવતાં ભાવતાં ત્યાં જ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. અંતત કેવળી થઈને આયુષ્ય પૂર્ણ થયું હોવાથી તરત જ તેઓ મેક્ષે ગયા એટલે દેવેએ તેમના મેક્ષગમનને મહોત્સવ કર્યો ત્યાં વિશેષ પ્રકારે પૂજા-મહારાવ થવાથી તે રથાનનું નામ પ્રયાગ, ઘણો થાઃ- જગ પ્રતિ કલા-પડયું. જ્યાં અર્ણિકાપુર આચાર્યનું શરીર શૂળીમાં પરોવાયું હતું ત્યાં થયેલા તેમના મરણથી તેમનું સ્વર્ગગમન થવાને લીધે દેએ મહોત્સવ કર્યો હતે એમ જાણું મતાનુગતિક ન્યાય પ્રમાણે અન્ય દર્શનીય લેકે હજુ પણ ત્યાં પોતાના શરીર ઉપર કરવત મૂકાવે છે અને સ્વર્ગગમનને ઈરછે છે. અહીં એક વડ છે તેને મ્લેચ્છ લેકેએ વારવાર કાપી નાંખે તે પણ પાછો તે ઊગ્યો છે. ઉક્ત આચાર્યના માથાની બે પરી જલચર જીવે થી ખવાતી-તેડાતી પાણીનાં તર વડે કરીને તણાતી તણાતો એક ઠેકાણે નદીના કિનારે જઈ પડોંચી ત્યાં તેમાં પાટા વૃક્ષનું બી પડવાથી કાળાન્તરે તે પરીને ફાડીને તેમાં પાટલા નામનું ઝાડ ઊયું તે અત્યંત મનહર ભાવાળું થયું. તેને જોઈને શ્રેણિક મહારાજાના પૌત્ર ઉદાયી મહારાજાએ ત્યાં પાટલીપુત્ર (પટણા) નગર વસાવ્યું. નેટ–પ્રયાગ એ અધ્યા નગરીને પુરીમતાલ નામને પાડે કહેવાય છે. પ્રયાગના કિલામાં અત્યારે જે વડનું ઝાડ છે તેની નીચે શ્રી આદીશ્વર ભગવાનને કેવળજ્ઞાન થયું હતું એમ કહેવાય છે, તે વડલા નીચે અત્યારે પણ તીર્થકર ભગવાનની મૂર્તિ છે, તેને અન્ય દર્શની બીજા નામથી પૂજે છે. અહિચ્છત્રા, અત્યારે આ સ્થાન તે વિચ્છેદ જેવું છે. બરેલી જીલ્લામાં એનાલા, તેની ઉત્તરે આઠ માઈલ દૂર રામનગર ગામ છે. રામનગરથી દક્ષિણમાં સાડા ત્રણ માઈલના ઘેરાવામાં કેટલાક ખડિયેરો વિદ્યમાન છે જેને અહિચ્છત્રા કહેવાય છે. આ નગરીનાં ખંડિયેરે જોતાં આ નગરીની પ્રાચીનતા, ભવ્યતા અને વિશાલતાનો ખ્યાલ આવી શકે છે. અહીંથી ન મૂતિઓ ખંડિત અને અખંડિત ન કળે છે. શાસનદેવ અને શાસનદેવીની મૂર્તિઓ નીકળે છે, જૈન મંદિરનાં ખંડિયેરો દેખાય છે. આ સિવાય જૈન ધર્મના ચિન્હરૂપ પ્રાચીન સીક્કાઓ પણ નીકળે છે. તેમાં સ્વસ્તિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy