________________
કૌશાંબી
: ૫૪૬ ઃ
[જૈન તીર્થને પં. વિજયસાગરજ પણ લખે છે કે બે જિનમંદિર અને કિલે અત્યારે વિવમાન છે.
જિનહર દે ઈહ વંતિજ ખમણાવસહી ખિજમતી કીજઇ પં. સૌભાગ્યવિજયજી લખે છે કે
અમે આગ્રાથી નીકળ્યા પછી નદી પાર તપાગચછીયની પિવાલમાં રહ્યા. ત્યાંથી પીરાબાદ અને ત્યાંથી દક્ષિણમાં ૧ કેસ દૂર ચંદનવાડીમાં ફટિક રનની ચંદ્રપ્રભુ જિનની પ્રતિમા વાંદી પુનઃ પીરાબાદ આવ્યા. ત્યાંથી છ કેસ સફરાબાદ થઇ અનુક્રમે કેરટા, કડા, માણેકપુર, ધારાનગર થઈ સહિજાદપુર આવ્યા. અહીં પ્રથમ પિલાળ હતી પણ કોઈ કુમતિએ લાંચ લઈ તેની મસીદ કરાવી. સાહિજાદાપુરથી ૩ ગાઉ મઉ ગામ છે. અહીં પુરાણાં બે જિનાલય છે. મૃગાવતીની કેવલજ્ઞાન ભૂમિ છે. ત્યાંથી ૯ કેસ કૌશાંબી છે. અહીં એક જ જિનાલય છે. અનેક પ્રતિમાઓ છે, જેને ઉલ્લેખ નીચેના પદ્યમાં આપું છું.
સાહિજાદપુરથી સુજી દક્ષણ દિશિ સુખકાર, મહુઆ ગામ વખાણીજી વિણ કેશ ઉદાર રે, પ્રાણી વાણી શ્રીજિન સાર પંહચાડે ભવપાર રે, જિનવર હોય જુના હતાછ હિવે તે ઠામ કહેવાય. મૃગાવતિ કેવલ લોઝ વળી સુરણું નમાય રે, ચંદનબાલા પણ લહેજી નિરમલ કેવલનાણ; તિહાંથી નવ કેસે હજી નયરી કુસંબી ગણુ રે, જમના તટ ઉપર વસઈજી જનમપુરી જિનરાજ. પદ્મપ્રભુ તિહાં અવતર્યા છે તિણું સંબી કહે આજ રે, છરણ છે જિનદેહ છ પ્રતિમા સુર સાજ; ચંદનબાલા પણિ ઈહ જી બાકુલ દીધા છાજ રે, વૃષ્ટિ બાર કડહ તણું જ સેવન કરે રે જાણ. ઋષિ અનાથી અડે જી ઈણ કેશંખી વખાણું રે દા
| (સૌભાગ્યવિજયવિરચિત તીર્થમાલા પૃ. ૭૫) આમાં મઉગામમાં જિનમંદિરે વગેરે લખ્યું છે. મૃગાવતી અને ચંદનબાલાની કેવલજ્ઞાનભૂમિ પણ મઉગામ જણાવ્યું છે. વાસ્તવિક રીતે તે કૌશાઓમાં જ જોઈએ.
ઉપરનાં બધાં પ્રમાણથી આ પ્રમાણે નિર્ણય થાય છે કે--કાચીન કૌશામ્બી નગરી, ભરવાની સ્ટેશનથી દક્ષિણમાં ૨૦ માઈલ દૂર યમુનાનદીને કાંઠે કેસમઇનામ અને કાયમ-ખીરાજ એ ભાગમાં વિભા થયેલ કેસ ગામ છે. નજીકમાં જ પાસામાં દિલે છે અને તેની નજીકમાં વસનાની પણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com