________________
ઈતિહાસ ]
: ૫૪૩ :
કૌશાંબી
કૌશાંબી આ નગરી ઘણી જ પ્રાચીન છે. છઠ્ઠા તીર્થકર ભગવાન શ્રીપભુજીનાં યવન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન આ ચાર કલ્યાણક અહીં થયાં છે. કૌશાંબીમાં આજે એક પણ શ્રાવકનું ઘર નથી કે જિનમંદિર નથી. અત્યારે તે માત્ર ભૂમિકરસનાક્ષેત્રપશન કરવાનું સ્થાન છે. વસ્ત્રદેશની રાજધાનીનું મુખ્ય શહેર કૌશાંબી હતું. આજ તે નાના ગામડારૂપે છે. શ્રી સમવાયાંગ સૂત્ર, બી આવશ્યક નિર્યુક્તિ, ત્રિષષ્ઠિ શલાકા પુરુષચરિત્ર, પ્રવચનસારે દ્ધાર, લેકપ્રકાશ, વિવિધતીર્થકલ્પ અને તીર્થમાળા વગેરે અનેક ગ્રંથમાં આ નગરીને ઉલેખ મળે છે. શ્રીનવપકારાધક સીપાલ રાજાની કથામાં ધવલશેઠનું નામ આવે છે તે ધવલશેઠ પણ અહીંના જ હતા.
ભગવાન શ્રી મહાવીરદેવને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી જે અભિગ્રહ હતા તે અભિગ્રહ છ મહિનામાં પાંચ દિવસ છે ચંદનબાલાએ અહીં જ પૂર્ણ કર્યો હતે.
ઉજજૈનીના ચંડપ્રદ્યોતે કૌશાંબાના રાજા શતાનિક ઉપર ચઢાઈ કરી શતાનીક ની રાણું મૃગાવતીને પોતાના અંતઃપુરમાં લઈ જવાની ઈચ્છા રાખી હતી. યુદ્ધમાં શતાકના મૃત્યુ પછી બહુજ કુશલતાથી મૃગાવતીએ કૌશાંબીનું રક્ષણ કર્યું. બાદ શ્રીભગવાન મહાવીરદેવ પધાર્યા અને મૃગાવતીએ પોતાના પુત્રને રાજ્ય આપી ભગવાન પાસે દીક્ષા લઈ જીવન ઉજવળ બનાવ્યું.
બાદ શતાનીકના પુત્ર ઉદયને ઉજજૈનમાંથી ચંડપ્રદ્યોતની પુત્રી વાસવદત્તાનું અપહરણ કર્યું હતું અને તેમાં ચંડપ્રદ્યોતને હાર મળી હતી.
મૃગાવતી અને ચંદનબાલાને અહીં જ કેવલજ્ઞાન પ્રગટયું હતું,
ભગવાન શ્રી મહાવીરસ્વામિ અહીં પધાર્યા હતા અને એ સમવસરણું રહ્યું હતું. ભગવાન ઉપદેશ આપતા હતા તે વખતે સૂર્ય અને ચંદ્ર મૂલવિમાન થી અહી પ્રભુનાં દર્શન માટે આવ્યા હતા.
મગધસમ્રાટ શ્રેણિક પ્રતિબોધક, સમ્યકત્વદાતા ગુરુ મુનિરાજશ્રી અનાથી મુનિ અહીંના જ રહેવાસી હતા.
પદ્મપ્રભુસ્વામીને કૌશાંબી નગરીમાં જન્મ થયો હતો, તેમના પિતા શ્રીધર રાજ અને સુસીમા રાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી માત ને કમલની શયામાં સુવાને હલ ઉપ (જે દેવતાઓ પૂર્ણ કર્યો, તેથી અને ભગવંતનું શરીર પદ્ય (કમલ) સરખું રક્ત વહ્યું હતું તેથી પદ્મપ્રભ નામ દીધું. તેમનું અઢીયે ધનુષ્ય પ્રમાણ શરીર અને ત્રીસ લાખ પૂર્વનું આયુષ્ય હતું. લાંછન પદ્મનું હતું તથા રક્ત વર્ણ હતા. વત્સદેશમાં કૌશાંબી નગરી છે. અહીંના શતાનીક રાજાની મૃગાવતી રાણીના કહેવાથી તેના અનુરાગી ઉજજયનપતિ ચંડવોકે, કૌશાંબી નગરી ફરતે સુંદર કિલે કરાવ્યું હતું જે અદ્યાવધિ વિદ્યમાન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com