________________
* હસ્તિનાપુર
: ૫૨૨ :
[ જૈન તીર્થોને
આચાર્યશ્રી હીરવિજયસૂરિજી શિષ્ય મહોપાધ્યાય શ્રી શાન્તિચંદ્ર ગણિની પ્રતિછિત છે. ૧૯૪૬ માં જેઠ સુદ મે અકર્મીપુરમાં પ્રતિષ્ઠા કરાવેલ છે. મૂળનાયકની ડાબી બાજુની પણ શ્રી વિજયસેનસૂરિજી શિષ્ય ૧૬૮૨ માં પ્રતિષ્ઠિત છે, આવી રીતે પ્રાચીન મૂર્તિઓ છે અને અર્વાચીન ૧૯૮૩ની આચાર્યશ્રી વિજયવલભસૂરિજી પ્રતિષ્ઠિત મતિએ છે. ધાતુ પ્રતિમાઓ ચૌદસો અને પંદરશેની સાલની છે, બધાના શિલાલેખો લીધા છે જે અમારા પ્રાચીન લેખસંગ્રહમાં છપાશે. દિગમ્બર મંદિરમાં પ્રાચીન મૂતિ નથી, એક તો ૨૪૩૩ ની છે. મને લાગે છે કે-અહીં પહેલાં પ્રાચીન મૂર્તિ ભવેતામ્બરીય હશે. હવે પ્રાચીન નિસિહની દશા સાંભળો
વર્તમાનમાં નવી થએલ શ્રી શાન્તિનાથજીની નિસિહીની સામે પ્રાચીન નિસીહી છે. તેમજ શ્રી કુંથુનાથજી અને અરનાથજીની નિસિહ સામે પણ પ્રાચીન ઘુમરીઓવાળી મોટી નિસિહી હતી. અત્યારે એક છે, ચોતરફ બૂરજ છે. વચમાં સ્તૂપ વિગેરે પણ હશે કિંતુ વર્તમાન યુગના દિ. વ્યવસ્થાપકે એ પુરાણું અપ્રિય કરી નાંખી તેને તેડીફે ડી નવું ઊભું કર્યું છે. ત્યાં વે. જૈનોની પ્રાચીન પાદુ કાઓ હતી, એમ દર્શન કરનારા કહે છે. નવા સ્થાને પાદુકા ન રાખતાં સ્વસ્તિક જ રાખ્યા અને સ્વસંપ્રદાયના લાંબા લાંબા લેખો લગાવી દીધા છે. આપણે પૈસા ખર્ચીએ છીએ પરંતુ સાથે જ સમ્પ્રદાયને મેહ છોડી વિવેક અને દીઘષ્ટથી ઉપયોગ કરીએ તે પૈસાને સુંદર સદુપયોગ થાય. અત્યારે કોઈ પુરાતત્ત્વપ્રેમી અને ઈતિહાસ શોધક ત્યાં જાય અને નિરિસહીઓ જુએ, પુરાણું નિસહીની દુર વસ્થા જુએ, તેને તોડીને જમીન દસ્ત કરેલી જુએ, તે જરૂર ખેદ થાય અને સાથે જ હિન્દુઓની આવી મુખતા માટે જરૂર બે આંસુ પણ સારે. ખરેખર! અમને આ પુરાણ નિસિહીઓની દુરવસ્થા જોઈ, તેના પ્રત્યે થતું દુર્લક્ષ્ય, ઉપેક્ષાભાવ જોઈ પારાવાર દુ:ખ થાય જ. પ્રાચીન સ્થાને તેડી નાખી અન્ય સ્થાને નવું કરવાનું કયા શાસ્ત્રમાં છે? શું પ્રાચીન રથાને જ ઉદ્ધાર ન થઈ શકતો હતો? નવું કરાવવાને બદલે સપ્રદાયનું મમત્વ અને મારાપણાના અભિમાને જ કાર્યકર્તાએને આવું અનુચિત કાર્યો કરવા પ્રેર્યા હશે, એમ લાગે છે. પ્રાચીન પવિત્ર કલ્યાણક ભૂમિના સ્તૂપોને અવગણી, તેડીફોડી નાખી સ્વસંપ્રદાય માટે નવું અન્ય સ્થાને જુદું કરવું એમાં કઈ ધર્મભાવના કે શ્રદ્ધા સમાઈ છે એ અણઉકેલ્ય કેયડે છે. આમાં નથી આત્મકલ્યાણ કે ધર્મભાવના.
* આ અકમીપુર તે બીજું કોઈ નહિં પરંતુ જૈનપુરી-રાજનગર-અમદાવાદ છે. હીરસૌભાગ્ય સ” ૧૧, છેક ૨૨માં ટીકાકારે અમદાવાદનું નામ અમીપુર આપ્યું છે. આવી જ રીતે લેક ૫૧-પરની ટીકા માં પણ ખુલાસો છે. આ જ સર્ગના ૧૧૪ શ્લોકમાં પકgs મમરાવારનાä ખુલાસે કરેલ છે. અર્થાત જેનપુરી- અહમદાવાદમાં શ્રી શાન્તિચંદ્રજી ઉપાધ્યાયવડે પ્રતિકાપિત મૂર્તિ અહીં આવેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com