________________
હસ્તિનાપુર
: ૫૨૦
[ જેન તીર્થોને બે દાદાવાડી છે, જે નાની અને મેટી દાદાવાડી તરીકે પ્રસિદ્ધ છે. ત્રણ ધર્મશાળાઓ છે. આત્મ વલભ જૈન ભૂવન અને બે ઉપાશ્રય છે. જેનોનાં ઘર લગભગ ૧૦૦ છે. ગુજરાતી જૈનોની પણ વસ્તી છે. આ સિવાય અહીં જોવા લાયક સ્થાને પણ ઘણાં છે, જેમાંનાં મુખ્ય મુખ્ય આ પ્રમાણે છે.
કુતુબમિનાર, જંતરમંતર (observatary,) ધારાસભાનું મકાન, એરપલેન હાઉસ, રેડીયે ઘર, જોગમાયા મંદિર, હિન્દુ મંદિર (બીરલાનું) પાંડવોને કિલ્લે, હુમાયુદ્દીન દુખ, નીઝામુદ્દીન દુખ, દિલ્હી ગેઈટ, એડવર્ડ પાર્ક, જુમાં મસદ, શીખ ગુરદ્વાર, વાઇસરેય ભૂવન, લાયબ્રેરી, ન્યુ દિરહી, પુરાણે કિલ્લે વગેરે ઘણું છે. અહીંથી મેરઠ થઈ હસ્તિનાપુરજીની યાત્રાએ જવાય છે.
હસ્તિનાપુર દિલ્હીથી મેરઠ થઈ હસ્તિનાપુર જવાય છે. ત્યાં જતાં વચમાં મેરઠ અને મવાના બે જ રથાનકે જેનોના ઘર આવે છે, પરંતુ હમણા નવા થએલા છે. વાળા ગામમાં થઈને સાધુઓ વિહાર કરે તે રસ્તામાં બધેય ન વસ્તી મળી શકે તેમ છે.
હરિતનાપુર બહુ જ પ્રાચીન નગરી છે. ઈતિહાસના આદિ યુગમાં આ નગરી પૂર્ણ જાહેરજલાલીમાં આપણી સન્મુખ આવે છે. શ્રી આદિનાથ પ્રભુજીએ વિનીતાના ઉધાનમાં ચાર હજાર રાજાઓ-રાજપુત્ર સહિત દીક્ષા લીધી અને વિહાર કર્યો, પરન્તુ સાથેના નૂતન સાધુઓમાંથી કેઇ આહારવિધિ હતા જાણતા. તે સમયની પ્રજા પણ સાધુને આહારદાન દેવાની વિધિ-પદ્ધતિથી તદ્દન અજાણ હતી. પ્રભુ તે કેવલજ્ઞાન થાય ત્યાં સુધી મૌન જ રહેવાના છે. ભિક્ષા માટે સ્થાને રથાને જાય છે અને ભિક્ષામાં આહારને બદલે હીરા, માણેક, સેનું, રૂપું આદિ મળે છે; પરન્તુ નિરપૃહી પ્રભુ તેમાંનું કશુંય સ્વીકારતા નથી. એક વર્ષની ઉપર સમય થઈ ગયે. Aભુ વિચરતા વિચરતા હસ્તિનાપુર આવે છે. અહિં હસ્તિનાપુરમાં શ્રેયાંસકુમારને, રાજાને અને નગરશેઠને વન આવે છે. પ્રભુ નગરમાં પધાર્યા. આહાર માટે ફરે છે ત્યાં શ્રેયાંસકુમારે પ્રભુને જોયા-દર્શન કર્યા અને તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પ્રભુને ઓળખી પૂર્વ ભવનો સંબંધ જાણી, શુદ્ધ ઈશ્નરસને બહાર લહેરાવે છે. તે દિવસથી ભરતખંડમાં અક્ષય તૃતીયાનું પર્વ શરૂ થયું છે. એ જ આ નગરી છે કે જ્યાં શ્રી રાષભદેવ પ્રભુનું પારણું થયું હતું.
બાદ વર્તમાન વીશીના પાંચમાં ચક્રવતી' અને ૧૬ મા તીર્થંકર શ્રી શાન્તિનાથ ભગવાન, છઠ્ઠા ચક્રવર્તી અને ૧૭ મા તીર્થંકર શ્રી કુંથુનાથ ભગવાન અને સાતમા ચક્રવર્તી અઢારમાં ભગવાન શ્રી અરનાથજી આ ત્રણ તીર્થકર ચક્ર વતીના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન એમ બાર કલ્યાણક થયાં છે. ચોથા શ્રી સનમાર ચકવર્તી પણ અહીં જ થયા છે. આ સમયે આ નગરીને પ્રતાપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com