________________
લખની
: ૫૦૮ :
[જૈન તીર્થને થોડા અમે વાંચ્યા હતા. કુશાન અને કનિષ્ક તથા હવિષ્યકાલીન મૂતિઓના શિલાલેખો તે અમને ન વંચાયા, પણ દરેક મતિની નીચે ઇંગ્લીશ નેધ હતી, કેટલાકમાં હિન્દી નોંધ પણ હતી જે વાંચી. - અહીં લગભગ દોઢસોથી બસે જિનભૂતિઓ છે. પચીસ ઉપરાંત તે ચાવીસીએ(પથ્થરની મૂર્તિઓ છે. મૂર્તિઓમાં તો પાંચ પચીશથી વધારે ભાગ્યે જ તદ્દન અખંડિત નીકળશે. બાકી બધી ખંડિત છે. કેઈકના કાન, તે કેકના નાક, કઈકની આંખે તે કેઈકના હાથ, કેઈકના પગ તે કેઈકના ગઠણ ખંડિત છે. કેટલીક મૂતિઓનાં તે ભવ્ય વિશાલ મરતક જ છે. જ્યારે કેટલીક મૂર્તિઓનાં ધડ અને શિલાલેખો છે. વળી કેટલીક મૂર્તિઓના માત્ર પગ અને શિલાલેખ છે. લગભગ પચાસેક આયાગપટના ટુકડા છે. દસ વીસ અધ ઉપર છે, થોડા આખા છે અને બાકીના તે ખંડિત જ છે. મંદિરના શિખરો, શિખર ઉપરના ભાગ, સુંદર આરસ જેવા લીસા પથ્થરમાં કતરેલા મનહર તારણે, પથ્થર ઉપર આલેખેલાં સુંદર ચિત્રો, મંદિરના પ્રવેશદ્વારના ઉમ્મરે, પીઠિકા, સિંહદ્વાર, સિંહ અને હાથીનાં બાવલાં-પુતળાં, પથ્થર ઉપર ઝીણી કારીગરીથી અંકિત નાના થંભે, વિશાલ થંભોના ટુકડા આદિ અનેકવિધ વસ્તુઓ જોઈ હૃદય જેટલું પ્રફુલ્લિત થયું તેથી અનેક ગણી વેદનાથી હૃદયમાં અકથ્ય વેદના અનુભવી. કેવાં સુંદર ગગનચુખી આલેશાન મંદિર હશે ? નિરંતર ઘંટનાદથી ગાજતાં એ મંદિરે ભૂગર્ભમાં સમાયાં અને આજે અસંતદશામાં અન્ય પ્રેક્ષકોનું કુતુહલ ભાજન બની રહેલ દશા જોઈ કયા ભક્તજનનું હદય ન દવે? આ અપૂર્વ દશ્ય જોઈ કંઇક આનંદ અને શેકમિશ્રિત લાગણી સહિત ઘવાતા હૃદયે મકાનમાંથી બહાર નિકળ્યા.
ત્રીજે દિવસે પુનરપિ ત્યાં ગયા અને પરમ સંતોષપૂર્વક બધી મૂર્તિઓના શિલાલેખો જોયા. પહેલે દિવસે નેધેલા નંબરમાં ટૂંક વિગત ઉમેરી અને બીજી પણ નવી વસ્તુઓ જોઈ. આમાં એક હરણગમેપી દેવ કે જે ભગવાન મહાવીરનું દેવાનંદાની કુક્ષીમાંથી હરણ કરે છે તે વિષય એક મનહર પથ્થર ઉપર આલેખાયેલ છે. આની શોધ કરવામાં બધાયથી વધારે મહેનત પડી. અને ત્રણ વિભાગવાળો તે
સ્થર હાથ લાગ્યા. બધાનું મિલન કરી બરાબર ચિત્ર મેળવ્યું ત્યારે જ સાબિત થઈ, - સંગ્રહસ્થાનના મકાનમાં મુખ્ય ત્રણ વિભાગ છે. જમણી બાજુના ત્રણ હાલ, જની બાજુનાં ત્રણ હલ અને એક વચલી લાઈન છે. જે કે જમણા હેલની અકળ પણ એક સીધી લાઈન છે જેમાં ખાસ કરીને કનિષ્ક અને કુશાનકાલીન મતિઓ છે. દરેક મતિઓ ઉપર ઈંગ્લીશમાં J છે અને નંબરો છે તે પણ કરવામાં જ છે. લગભગ નવસોથી હજારના નંબરો છે. આખા મકાનમાં માત્ર
ઠા અપવાદ સિવાય બધા જૈનધર્મદ્યોતક જ પ્રાચીન અવશે છે. એ એવું ન વિભાગનું સૂચન કરે છે. જો કે M તથા E સંજ્ઞાવાળી જૈનમૂતિઓ છે થઇ તે થી જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com