________________
ઇતિહાસ ]
: ૫૦૭ ;
લખો
લખનૌ
નવાબી સમયની અવધની રાજધાની, વર્તમાનમાં યુ. પી.ની રાજધાની અને ગોમતીને કિનારે આવેલું આ શહેર ખૂબ પ્રસિદ્ધ છે. તેની એશઆરામી, સંગીત અને કલાપ્રેમ પણ એટલાં જ પ્રસિદ્ધ છે. નવાબ અશફ-ઉદ્દૌલ્લાને ઈમામવાડો વગેરે સ્થાને જેવા લાયક છે. બાકી કેટલીક કેલેજે, અજાયબ ઘર-મ્યુઝીયમ, યુ.પી.ની ધારાસભાનો હેલ, કેસરબાગ વિગેરે જેવા લાયક છે.
અહીં કેસરબાગમાં મથુરાના કંકાલીટીલામાંથી નીકળેલ પ્રાચીન ભવ્ય જિનપ્રતિમાઓ દર્શનીય છે. વિવિધ આયાગ પટે, મંદિરના તારણે, ખંભાત તથા ખંડિત મૂર્તિનાં અંગોપાંગે મળી કુલ ૭૦૦ ટુકડા છે. મથુરાને ઘણેખરો ભાગ અહીં જ રાખવામાં આવેલ છે. પ્રાચીન નિશિલ્પ–સૂતિવિધાન, પૂજાવિધાન વગેરે અહીં નજરે જોય છે. ભગવાન મહાવીર દેવના ગર્ભપહરણ અને આમલકી ક્રીડાનાં ચિત્ર-પથ્થર ઉપર આલેખેલા દક્ષે બહુ જ સુંદર છે. આ બધું જોઈને તે પાશ્ચાત્ય વિદ્વાનેએ કબૂલ્યું છે કે મથુરામાં અને ઉત્તર પ્રાંતમાં એક વાર જૈન ધર્મનું સામ્રાજ્ય હશે.
લખનૌમાં અત્યારે ભવ્ય વિશાલ પ્રાચીન ૧૪ જિનમંદિરે છે. કેટલાંયે મંદિરમાં સુંદર ચિત્રકામ છે. સુલ્તાનગંજના અષ્ટાપદાવતાર તીર્થનું ચિત્ર અમે અહીંની દાદાવાડીમાં જોયું હતું. ચંપાપુરીની પ્રાચીન વેતાંબર જૈન મંદિરની સ્થિતિ વગેરેનાં ચિત્ર પરમ આકર્ષક છે. ચાર ઘરમંદિરે મળી ૧૮ જિનમંદિર છે. બાવકનાં ઘર થોડાં છે. આ મંદિરો ચડવાળો ગલી, સેની ટેલા, સીધી ટેવા, ફૂલવાળી ગલ્લી, શહાદતગંજ અને દાદાવાડી વગેરે સ્થાને માં આવેલાં છે.
લખનૌના મ્યુઝીયમમાં રહેલ કેટલીક જૈન મૂર્તિઓને પરિચય આ સાથે આપે છે. લખનૌનું મ્યુઝીયમ શહેરથી ત્રણ માઈલ દૂર છે. આ મ્યુઝીયમમાં જૈનોને પણ જુદે વિભાગ છે.
લખનૌનું મયુઝીયમ જેવા ગયા ત્યારે ઉપરોકત શિલાલે છે અને ત્યાં રહેલ ધાતુની પ્રાચીન નમૂતિઓનાં દર્શન કર્યા હતાં. એક મતિ જે હરદ્વારથી આવેલી છે તેમાં ૧૨૦૦ ની સાલને લેખ છે. એકમાં ૧૬૫૧ ની સાલ છે જે બીથુરથી આવેલ છે અને બીજામાં ૧૬૫ર ની સાલ છે જે જયપુરથી આવેલ છે. લખનૌની. મૃતિમાં મારવાડી અક્ષરોવાળો લેખ છે. મૂતિ સુંદર છે. બે પાષાણની મૂર્તિઓ અને એક અંબિકાની સુંદર કળાના નમૂનારૂપ મૂતિ છે જેની ઉપર યાદવકુલમણિ બાળબ્રહ્મચારી શ્રી નેમનાથ પ્રભુની મૂતિ છે.
અમારી દષ્ટિએ પ્રાચીન લેખેવાળી કુશાન, કનિષ્ક અને હવિષ્યકાલીન મૂર્તિઓ છે. એક કંકાલીટીલાને શિલાલેખ શંખાકાર અક્ષરમાં છે તે પણ પ્રાચીન લાગે. આ સિવાય વિક્રમની નવમી શતાબ્દી પછીના શિલાલેખ છે. જેમાંના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com