________________
ઇતિહાસ ]
* ૫૧ :
અધ્યા
નાથ પ્રભુ અને ડાખી ખાજી શ્રી મહાવીર પ્રભુની મૂતિ છે. મદિરમાં પ્રવેશ કરતાંજમણી બાજુએ પાંચ પ્રભુના ચ્યવન કલ્યાણકની પાદુકાએવાળી એક દેરી છે.. સામે ચાર પ્રભુના ગણધરોની પાદુકા છે. સમવસરણ મંદિરમાં પ્રવેશ કરતાં. એટલે મૂળ પ્રવેશદ્વારમાં જતાં પાંચ પ્રભુના જન્મ કલ્યાણકની પાદુકા છે અને ડાબી ખાજી ચાર પ્રભુના દીક્ષા કલ્યાણકની પાદુકા છે-ઝેરી છે. હવે ઉપરસમવસરણુ મંદિરમાં પગથીયાં ચઢીને જવાય છે તેમાં પ્રથમ જમણી બાજુ અન તનાથ પ્રભુના કેવલ કલ્યાણકની પાદુકા દેરી હતી પરન્તુ ત્યાં વેદી તૂટી જવાથી સમવસરણુ મંદિરમાં પાદુકા પધરાવેલ છે. તેની સામે સુમતિનાથ પ્રભુની કેવળ કલ્યાણક દેરીમાં પાદુકા છે. ડાબી ખાજી શ્રી ઋષભદેવપ્રભુની દીક્ષા કલ્યાણકની દેરીમાં પાદુકા છે, અને સામી બાજુ અભિનંદન પ્રભુની કેવલ કલ્યાણક પાદુકા દેરીમાં છે. મદિર સુંદર અને પ્રાચીન છે. મંદિર બહુ જ જીતુ થઇ ગયેલ છે. ચેતરફ્ નમી ગયુ છે અને તરાડો પડી ગઇ છે.. દરવાજા પશુ તૂટી ગયા જેવા જ છે. લગભગ દશેક હજારના ખર્ચે થતાં કામ સારું' થઈ જાય તેવુ છે. અત્રે દ્ધારનું કામ શરૂ થયું છે. અત્રેના વહીવટ મીરજાપુરવાળા મીશ્રીલાલજી વૈદાની કરે છે. અહીં દિગમ્બર મદિર પણ છે. આપણા મંદિરથી દૂર છે. અહીં કોઈ વાતને ઝગડા નથી. બન્ને સમાજના મંદિર અને ધર્મશાળા તદ્ન અલગ જ છે, શ્વે. મદિર અને મૂર્તિએ વધારે પ્રાચીન છે, જ્યારે દિગમ્બર મદિર અર્વાચીન છે. અહીં વૈષ્ણવ અને શૈવ સમ્પ્રદાયના પણ મ।િ છે, પરન્તુ સથી વધારે મન્દિરા રામચદ્રજીનાં અને હનુમાનનાં છે. કુલ પાંચ હજાર ત્રણસે ને ત્યાશી જૈન મન્દિર છે, આ મદિરાની સંખ્યા જ સૂચવે છે કે અદ્વૈને આ તીને કેટલુ` મહત્ત્વનું માને છે. એક ભાઇ અમને આમાંથી કુંડલાંક સ્થાને જોવા લઈ ગયા હતા. પરંતુ બધે ભેગ ધરવાના સમય થયેા હતેા એટલે જ્યાં જઈએ ત્યાં કહે ભેગ લાગ્યા છે (!) અમને સાંભળી હસવુ' આવતુ. દુઃખ પણ થતું કે બિચારા દેવના ભેમ છે. ખરી રીતે રાગાન્ય ભક્તોએ દેવના સેગ જ લગાડ્યા છે. બાકી દેવની આટલી પરવશતા અને નિરાધારતા બીજી કઈ હુઈ શકે? અમુક નિયમ સમયે જ દર્શન દે, અન્ય ભક્તોની ઈચ્છા પ્રમાણે જુદા જુદા અભિનય કરવા જ પડે, કાં વિરાગી વીતરાગની દશા–વતત્રતા અને કયાં આ રાગીપણાની પરવશતા ?
રામચંદ્રજીના મૂળ સ્થાનમાં અત્યારે મરજીદ છે. હિન્દુએની નિરાધારતા, અનાચતા, દીનતા અને કાયરતાનું સાચું જીવતું જાગતું ચિત્ર અહીં જોવાય છે. બહાર રામચંદ્રજીની દેરી છે જ્યાં પૈસાના લાલચુ પડ એએ જન્મસ્થાન મનાવ્યુ છે. આ સિવાય કૈકેયી કેપભૂવન, રામચંદ્રજી શ્રૃંગા ભૂવન, શયનભૂવન, રાજ્ય ભુવન આદિ સ્થાને પ્રાચીન કહેવાય છે. ખાકી અત્યારે તે રામકીલાને નામે બાળલીલા જ રમાય છે. નથી એ આદ' પુષની પૂજા કે મારાધનાછે સ્વા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com