________________
ઈતિહાસ ]
: ૪૦૧ :
ચંપારી સુંદર જિનમંદિર છે. મંદિર નાનું અને નાજુક છે. તેમાં છૂટું છવાયું કાચનું મિણાકારી કામ કરાવેલું છે તે બહુ સુંદર છે. મંદિરની નીચે બાજુમાં જ ઉપાશ્રય છે અને પાસે જ બાબુજીને બંગલે છે
ચંપાપુરી આ નગરી બહુ પ્રાચીન છે. બારમા તીર્થકર શ્રી વાસુપૂજ્ય પ્રભુનાં પાંચ કયાક * અહી થયાં છે, કોઈ પણ તીર્થંકરનાં પાંચે કલ્યાણક એક સ્થાને થયાં હોય તેવાં સ્થાને અલ્પ હોય છે. નવપદારાધક સુપ્રસિદ્ધ પૂનિતાત્મા શ્રી શ્રીપાલ મહારાજા પણ આ ચંપા નગરીના જ હતા. ભગવાન મહાવીર દેવ પણ અહીં પધાર્યા હતા. સતી ૪ સુભદ્રા, આદર્શ બ્રહ્મચારી શ્રી સુદર્શન શેઠ કે જેમના ઉચ્ચ શિયલના પ્રતાપે શૂળિનું સિંહાસન થયું હતું; તથા મહાસતી ચંદનબાળા, કામદેવ શ્રાવક, કુમારનંદી સુવર્ણકારાદિ અનેકાનેક મહાપુરુષે અહી થયા છે.
આ નગરીની પુનઃ સ્થાપા શ્રી મહાવીરદેવના પરમ ભક્ત મહારાજા શ્રેણિકના પુત્ર કેણિકે કરી હતી. રાજા શ્રેણિકના મૃત્યુ પછી કેણિકને રાજગૃહીમાં પિતાનું સ્મરણ વારંવાર થઈ આવવાથી રાજગૃહીથી રાજધાની ઉઠાવી; ચંપા નગરીમાં સ્થાપી. આ નગરીનું સવિસ્તર વર્ણન જૈન આગમાં અને અન્ય અનેક જૈન ગ્રંથમાં મલે છે. આ નગરી પ્રાચીન કાલની છે કિન્તુ પરિવર્તન થઈ જવાથી તેના ઉદ્યાનમાં નવી નગરી વસાવી પોતાની રાજધાની ત્યાં સ્થાપી હતી. દશવૈકાલિક સૂત્રની રચના કૃતકેવલી શ્રી શય્યભવસૂરિજીએ મનક મુનિજી
શ્રી વાસુપૂજ્ય સ્વામીને ચંપા નગરીમાં જન્મ થયો હતો. તેમના પિતા વાસુપૂજ્ય રાજા અને જયારણ માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી ઇન્દ્ર મહારાજ વારંવાર આવી વસુ એટલે રતની વૃષ્ટિ કરીને માતાપિતાની પૂજા કરતા તેથી વાસુપૂજ્ય નામ દીધું. તેમનું સિત્તેર ધનુષ્યપ્રમાણુ શરીર, અને બહેતર લાખ વર્ષોનું આયુષ્ય હતું. રક્ત વર્ણ અને લાંછન પાડાનું હતું.
* સુભદ્રા સતી મળ વસંતપુરનિવાસીની હતી. તેની માતાનું નામ તમાલિની હતું. ચંપા નગરીને બુદ્ધધમી બુદ્ધદાસ પટી જૈન બની તેને પરણ્યો હતો. અને પછી સુભદ્રાને ચંપાનગરીએ લાવેલ હતો. પાછળથી સુભદ્રાની સાસુએ અકારણ તેના ઉપર આક્ષેપ મૂા હતા. અને તે શીયલના પ્રતાપથી કાચે તાંતણે કૂવામાંથી જળ કાઢી ચંપા નગરીના ત્રણ દરવાજા ઉઘાડી પિતાના હેમ સમ ઉજજવલ ચરિત્રની ખાત્રી કરાવી હતી. વિ. માટે જુઓ ભરતેશ્વર બાહુબલી વૃત્તિ તથા નીચેની પંક્તિઓ.
એક કચે તાંતણે ચાલણું બાંધી, કૂવાથકી કાઢીયું એ કલંક ઉતારવા સતી સુભદ્રાએ ચંપ બાર ઉઘાડીયું એ [ ૧૧ છે
(સેળ સતીને છંદ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com