________________
કાકંદી
[ જૈન તીર્થોને કેટલાક મહાનુભાવ લખે છે કે-અસલી કાકંદી તે નેનખાર સ્ટેશનથી બે માઈલ હર બખુંદા ગામ છે તે જ હોવી જોઈએ. એ સ્થળે શ્રીસુવિધિનાથ ભગવાનનાં ચાર કલયાણુક થયાં હશે. અત્યારની કાર્કદી જેને આપણે તીર્થરૂપ માનીએ છીએ એ તે ધન્ના અણુગારની કામંદી છે. વિશેષ સંશોધન કરવાથી આ વિષયમાં ન પ્રકાશ પડે તેમ છે. અત્યારનું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર તે સોલમી શતાબ્દિ લગભગનું છે. પ્રાચીન તીર્થમાળાઓમાં પણ મતભેદ જેવાય છે, તે આ પ્રમાણે છે
(ક્ષત્રિયકુંડની યાત્રા કરીને આવ્યા પછીનું કાર્કદીનું વર્ણન કવિરાજે આ પ્રમાણે આપ્યું છે.)
સુવિધિ જનમભૂમિ વાંઢીયાઈ કાકંદ કેસ સાત હે; કેસ છવીશ બિહારથી, પૂર્વ દિશિ દેય યાત્રા છે.
(વિજયસાગરવિરચિત સમેતશિખરતીર્થમાલા) બિહારથી પૂર્વમાં છવીશ કોશ દૂર જે લખ્યું છે તે બરાબર છે. પાવાપુરીથી પગરસ્તે ૩૨ થી ૩૪ માઈલ ક્ષત્રિયકુંડ અને ત્યાંથી ૧૨ માઈલ કાર્કદી નગરી છે. એટલે ર૬ કેશ બરાબર થઈ રહે છે. બીજા કવિરાજ કહે છે
પંચ કોરા કાકંદ નયર શ્રી સુવિધહ જનમે
તે વંદી જઈ વિસિવું એ આગલિ ચંપ વખાણ (કવિ હંસસમ) આ કવિશ્રીના કથન પ્રમાણે ક્ષત્રિયકુંડથી પગડીવાળા રસ્તે કાકંદી પાંચ કેશ થાય છે, અને તેમના કથન પ્રમાણે શ્રી સુવિધિનાથ ભગવાનની જન્મભૂમિ આ જ છે. ત્રીજા કવિરાજ આ પ્રમાણે કહે છે
તિહાંથી ચિહું કેસે ભલી ચિ. કાકદિ કહેવાય છે, ધને અણુગાર એ નગરને ચિ. આજ કાકંદી કહેવાય છે ૧૯ કાકંદી એ જાણુજે ચિ. વસતે ધને એથજી,
સુવિધિ જિણેસર અવતર્યો ચિ. તે કાકંદી અનેથજી. ર૦ ” પ્રથમના બે કવિરાજે વર્તમાન કાકીને જ તીર્થરૂપ માને છે જયારે ત્રીજા કવિરાજ બીજી કાકદી તીર્થરૂપ છે એમ લખે છે.
આવાં પ્રાચીન સ્થાનની શોધખોળ થવાની જરૂર છે. અહીં તીર્થની વ્યવસ્થા જોઈએ તેવી સારી નથી. લખીસરાઈ સ્ટેશનથી મેટરમાં કાકંદી થઈ ક્ષત્રિયકુંડ જવાય છે. પૂર્વમાં પાર્શ્વનાથ પ્રભુનું માહામ્ય વિશેષ હોવાથી મૂળનાયક પાર્શ્વનાથ છે અને સુવિધનાથજીની પાદુકા છે. નવી પ્રતિષ્ઠામાં મૂળનાયક સુવિધિનાથજીની પ્રતિમા સ્થાપવાની જરૂર છે જેથી તેમના કલ્યાણકાની આરાધના સુલભ ગણાય.
નાથનગર ભાગલપુરથી નાથનગર માઈલ દૂર છે. અહીં સુખરાજરાયનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com