________________
ચંપાપુરી
: ૪૯ર :
[ જૈન તીર્થ માટે અહીં જ કરી હતી. આ નગરીમાં અનેક ગગનચુખી ભવ્ય જિનમંદિરે હતાં, તથા હજારોની સંખ્યામાં બલકે લાખોની સંખ્યામાં ત્યાગમૂર્તિ જેના શમણે વિચરતા હતા અને લાખો કરોડોની સંખ્યામાં શ્રમણોપાસકે- જેનો વસતા હતા, ત્યાં આજે એક પણ જૈન શ્રાવકનું ઘર નથી. પૂર્વ દેશની યાત્રાએ આવતા સાધુએ કવચિત કવચિત આવે છે.
ચંપાપુરી આવવા માટે શ્રાવકેને ભાગલપુર સ્ટેશનથી નાથનગર થઈને ચંપાપુરી પહેચાય છે. ભાગલપુરમાં ન મંદિર છે. ભાગલપુરમાં સુખરાજરાયને બંગલે જોવા લાયક છે. •
ચંપાપુરીમાં બે વેતાંબર જૈન મંદિર છે. પાસે જ ત્રણ ધર્મશાલાઓ છે. બે મંદિરમાં એક પ્રાચીન છે. બીજું અવાચીન છે. બંનેમાં મૂળનાયક શ્રી વાસુપૂજ્ય ભગવાન છે. ભેંયરામાં પણ પ્રાચીન મૂર્તિઓ છે. બાબુજી શ્રીયુત પુરણચંદ્રજી નહારે અહીંના કેટલાક શિલાલેખે લીધી છે પણ તે અપૂર્ણ છે.
ચંપાનગરીથી ભાગલપુર જતાં નાથનગરની પછી બે અર્વાચીન દિગંબર મંદિરો તથા તેમની ધર્મશાળા આવે છે. શ્રી વાસુપૂજ્ય પ્રભુનાં જન્માદિ કલ્યાણક આ રથ ને થએલા. દીક્ષા કલ્યાણક તથા કેવલજ્ઞાન કલ્યાણુક ચમ્પા ઉદ્યાનમાં થયાં છે, જ્યાં અત્યારે વેતાંબર મંદિર છે અને જેને અત્યારે ચપ્પાનાલા કહે છે, મક્ષ કલ્યાણક મંદારગિરિ થયું છે, જે ચમ્પાને છેવાડાને ગિરિ પહાડ છે. આ બધે સ્થાને શ્વેતાંબર મંદિર હતાં. તાંબરે જ વ્યવસ્થા આદિ કરતા હતા. અહીં રાજા કરણને કિલ્લે બહુ પ્રસિદ્ધ અને પ્રાચીન છે. અત્યારે તે સિલે ખંડિયેરરૂપ થઈ ગયો છે. ત્યાં વસતી થઈ ગઈ છે. ત્યાંથી નજીકમાં જ પ્રભુના કલ્યાણસૂચક બે હતો જેને માણેકરતૂપ સ્તંભ કહે છે તેમાં પ્રભુની પાદુકા હતી. તેને વહીવટ તાંબર સંઘ કરતા હતા. આજથી ત્રણસો વર્ષ પહેલાં આવેલ જિન સાધુઓ અહીંનું વર્ણન પિતાની આંખે જોયા પછી આ પ્રમાણે આપે છે.
તે જહાં ગિરાથી જબ જાય રે દશ કેશે મારગ થાય રે; ચંપા ભાગલપુર કહેવાય રે વાસુપૂજ્ય જનમ તીહ ઠાય રે. ૭ ચંપામાં એક પ્રાસાદ રે, શ્રી વાસુપૂજ્ય ઉદાર રે; પજ્યા પ્રભુજીના પાય રે, કીધી નિજ નિર્મલ કાય રે. ૮ ચંપા ભાગલપુર અંતરાલ રે, એક કેશતણે વિચાલ રે; વીએ કરશુરાયને કોટ રે, વહે ગંગાજી તસ એટ ૨. ૯ કોટ દક્ષિણ પાસ વિશાલ રે, જીહાં જિનપ્રાણાઇ રસાલ રે; મોટા દેઈ માણેક થંભ રે, દેખી મન થયો અચંભ રે. ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com