________________
ક્ષત્રિયકુંડ
: ૪૮૬ :
[ જૈન તીર્થોને
ભાતુ અપાય છે. (તે તલાટીનું મકાન હમણુ નવું કરાવ્યું છે.) પહાડ ઉપર ચઢાવ કઠણ અને કંઈક વિકટ પણ છે. દેગડાની, હિંદુઆતી, સકસકી આવી, અને ચીકનાની આદિ સાત પહાડી વટાવવી પડે છે. કુલ ત્રણ માઈલને ચઢાવ છે. લછવાડ ગામથી કુલ છ માઈલ છે. દૂરથી મંદિરનું શિખર (લીલા પાનાના રંગનું) ધવલ દેખાય છે. મંદિરની નજીકમાં એક નિર્મળ મીઠા પાણીને કરે છે. પાણીને ખળખળ શબ્દ બહુ દૂર સુધી સંભળાય છે. દૂરથી આનો દેખાવ પણ રળીયામણે લાગે છે. કહે છે કે ગમે તેવા દુષ્કાળમાં પણ આ ઝરાનું પાણી ખૂટતું નથી.
મંદિર મજબૂત અને ઊંચા ગઢની અંદર આવેલું છે. મંદિરની બહાર ચિતરફ જગલ જ છે જેથી વાઘ આદિ હિંસક પ્રાણીઓને ભય રહે છે, પરંતુ મંદિરને કેટ વગેરે મજબૂત છે જેથી અહીં રહેનારને કેઈ જાતને ડર
નથી રહેતા.
મંદિરમાં પરમ શાંતિદાયક આહૂલાદક વિઘનિવારક શ્રીવીરપ્રભુની સુંદર પ્રતિમા છે. દર્શન કરવાથી બધે થાક ઉતરી જાય છે. યાત્રીઓને પૂજા આદિની સગવડ સારી છે. અહીંથી એક ન રસ્તે મળે છે જે નવાદ રેડને મળી જાય છે. આ રસ્તે મોટર ઠેઠ મંદિરજી નજીક આવી શકે છે.
જે ક્ષત્રિયકુંડની યશગાથા, વૈભવ અને સમૃદ્ધિનું વર્ણન જૈન ગ્રંથમાં મળે છે તે નગરમાં આજે ઝાડવાં ઊગ્યા છે. માનવીઓને બદલે હિંસક પશુઓ વસે છે અને પક્ષીઓ કલેલ કરે છે. માત્ર એ સ્થાન અને ભૂમિ છે. મંદિરમાં મૂતિ ઘણા સમય સુધી ગભારામાં બિરાજમાન હતી. હમણાં જ પ્રતિષ્ઠા થઈ છે.
હાલ જે ઠેકાણે આપણું મંદિર છે ત્યાંથી ત્રણેક માઈલ દૂર ઉત્તરે લેવાપાણી નામનું સ્થાન છે, જે મૂળ જન્મકલ્યાણક સ્થાન કહેવાય છે. ત્યાં જવાને રસ્તા બહુ કઠણ છે. ત્યાં જતાં વચમાં છાતી સુધી ઊંચું ઘાસ વચમાં આવે છે, તેમ રસ્તે પણ ઘસાઈ ગયેલું છે એટલે અમે તે ન જઈ શક્યા, પરંતુ ત્યાં એક મોટે ટીલે છે. ચેતરફ ફરતે કિલે છે. અંદર મંદિરનાં ખંડિયેરે છે. ત્યાં એક વિશ્વાસુ અનુભવી માણસ મોકલી મુનિમજીએ ત્યાંની ઈટે મંગાવી હતી. નાલંદા વિદ્યાપીઠ ખેદતાં જેવી અને જેવડી મોટી હટે નીકળી છે, તેવડી મોટી Uટે અહીં પણ નીકળે છે જે અમે નજરે જોઈ, પ્રાયઃ બે હજાર વર્ષની પુરાણ ઈટે છે. મૂળ જન્મસ્થાનનું મંદિર પહેલાં આ સ્થાને હતું એમ સાંભળ્યું. બસો વર્ષ પહેલાં પણ અહીં તે આ જ સ્થિતિ હતી. તે વખતે પણ લેધાપાણીનું મૂળ સ્થાન અલગ જ હતું અને યાત્રીઓ પણ થોડા જ જતા હતા. તે વખતના વિદ્વાન યાત્રી જૈન સાધુ તે સમયનું વર્ણન આ પ્રમાણે આપે છે.
- ખાંતિ ખરી ખત્રીકુંડની જાણી, જનમકલ્યાણ હે વીરજી ચિત્રી સુકલ તેરસી દિને યાત્રા ચઢી સુપ્રમાણ હે વીરજી. (૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com