________________
અમેગંજ
: ૪૮૪ :
[ જેન તીર્થોને હાલની અંગ્રેજ સરકાર તેમના દાદીમાને વર્ષાસન આપતી અને જગશેઠની ખુરશી પણ અલગ રહેતી, હમણાં તે પણ બંધ કર્યું છે. મહિમાપુરથી કટગેલા ના માઈલ દૂર છે.
કટગોલા વિશાળ સુંદર બગીચામાં શ્રી આદિનાથ પ્રભુનું ભવ્ય મંદિર છે. મૂળનાયક શ્રી આદિનાથજીની પ્રતિમાજી ચમત્કારી અને પ્રભાવશાળી છે. તેના ઉપર જે લેખ છે. તેટલી એ પ્રાચીન મૂર્તિ નથી. અક્ષરે પણ નવીન લીપીના જ છે. પત્તાની પ્રતિમા, પન્નાની પાદુકા, સોના ચાંદીની મૂર્તિઓ મૂલગભારામાં છે તેમજ સફેદ સ્ફટિકની સુંદર ત્રણ મતિએ દર્શનીય છે. બાબુ લક્ષમીપતસિંહજીએ આ સુંદર જિનમંદિર અને બગીચો બનાવ્યું છે. ત્યાંથી બાચર ચાર કેશ ઘર છે.
બાહુચર અહીં ચાર મંદિરો અને ૫૦ ઘર શ્રાવકનાં છે. મંદિરમાં શ્રી સંભવનાથ પ્રભુ, અરનાથ પ્રભુ, વિમલનાથ પ્રભુ, તથા આદિનાથ પ્રભુનાં ચાર મંદિર છે. મંદિર વિશાલ અને ભવ્ય છે. અહીંથી ત્યા થી ૦૫ માઈલ દૂર કીતિબાગમાં પાર્શ્વનાથ ભગવાનનું, મંદિર છે. ત્યાં કટીની સુંદર મૂર્તિ છે. આ પ્રતિમાજી જગશેઠના મંદિરમાંથી આવી હશે એવું અનુમાન કરાય છે. અહીંથી ગંગાના સામે કાંઠે મા માઈલ દૂર અજીમગંજ છે.
અજીમગંજ કલકત્તાથી હાવરા થઈ અજીમગંજ સ્ટેશને ઉતરી યાત્રાળુઓ છે. ધર્મશાળામાં આવે છે. અહીં આવનાર દરેક જૈન યાત્રીઓને પ્રથમ દિવસના જમણનું નિમંત્રણ બાબુજી સુરપતસિંહજી દુગડ તરફથી હેય છે.
અજીમગંજ અને બાઉચરની વચમાં નદી છે. યાત્રિકોને હેડીમાં બેસી સામે પાર જવું પડે છે. અહીં શ્રાવકોનાં ૮૦ ઘર છે. તેમની ધર્મ ભાવના અને શ્રદ્ધા પ્રશંસનીય છે. જેન પાઠશાળા, કન્યાશાળા ચાલે છે, ઉપાશ્રય છે, યતિજી પણ રહે છે. જ્ઞાનભંડાર પણ છે. અહીં કુલ ૧૧ જિનમંદિર છે જેને ટૂંક પરિચય આ પ્રમાણે છે –
(1) પપભુનું (૨) ગેડી પાર્શ્વનાથજીનું ઘર દેરાસરજી (૩) સુમતિનાથજીનું (૪) પાર્શ્વનાથજીનું ઘર દેરાસર (૫) ચિંતામણું પાર્શ્વનાથજીનું ૬) નેમનાથજીનું આ દેરાસર મોટું છે. તેમાં નેમિનાથ પ્રભુજીની ત્રિગડા ઉપર સુંદર શ્યામ ત્રણ પ્રતિમાઓ છે. નવપદજીની પાંચ રનની પ્રતિમાઓ છે. (૭) શામળીયા પાર્શ્વનાથ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com